Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના તે ત્રસ જીવના બેઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય, પાંચ ઇંદ્રિય એવા ચાર ભેદ છે. દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય આ ચાર ભેદ પાંચ ઇંદ્રિયવાળા જીનાં છે. સ્થાવર એટલે થિર રહેનાર, અથવા સ્થાવર નામકર્મના ઉદયવાળા જીવ તે પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પ્રમાણે ઇંદ્રિયાદિના ઉપાધિભેદથી સંસારી જીવોના જુદા જુદા ભેદો ગણાય છે. વાસ્તવિક રીતે ચેતના લક્ષણ એ સર્વ જીવોનું સાધારણ લક્ષણ ગણાય છે. આ સર્વ દેહધારી યા કર્મધારી છે સંસારી જીવોમાં ગણાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુદગલ આ પાંચ અજીવના ભેદ છે. અજીવનું બીજું નામ જડ વસ્તુ છે. જીવ પુદ્ગલોને જવા આવવામાં સહાયક ધર્માસ્તિકાય છે. આ અરૂપી વસ્તુ હોવાથી તેના કાર્ય પરથી તે જાણી શકાય છે. જીવ પુદગલોને સ્થિર રહેવામાં સહાય આપનાર અધર્માસ્તિકાય છે. આ પણ અરૂપી હોવાથી તેના કાર્ય ઉપરથી નિર્ણિત કરાય છે. આકાશ-જીવ પુદ્ગલોને રહેવા અવકાશ ( જગ્યા) આપે છે. કાળ વસ્તુઓને નવી, પુરાણી બનાવે છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે તે સર્વ પુદ્ગલ કહેવાય છે. વૃદ્ધિ, હાનિ IITBell Jun Gun Aaradhak P.P.A. Gunratnasun MS.