Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના # 100 || ઉત્તમ શ્રાવકના કુળમાં જન્મ પામી હોય તેમ તેના " આ નજીકમાં શિલાપટ્ટ પર આળેખેલા ? દેવનાં દર્શનનાં, કર્તવ્ય પરથી નિશ્ચય કરાય છે. ચોક્કસ નિર્ણય પરથી તે માનુષી છે એમ નિર્ણય કરી તે વિચારવા લાગ્યો કે–ગમે તે પ્રકારે પણ આ સ્ત્રીને કેઈપણ હરણ કરીને અહીં લાવ્યું હોય તેમ અનુમાન કરાય છે. હું જે દેવાધિદેવને દેવપણે આરાધન કરું છું તે જ દેવાધિદેવનું આ સ્ત્રી પણ આરાધન કરતી હોવાથી તે મારી સ્વધર્મી બહેન છે, માટે તેણીને મારે વિશેષ પ્રકારે સહાય કરવી જોઈએ. તેના ચહેરા પરથી એ પણ નિર્ણય થાય છે કે તે અત્યારે ભય અને વિગથી દુ:ખી છે. આ વખતે મારે તેને ધીરજ આપવી જોઈએ અને સાથે જોઈતી મદદ પણ આપવી, તે મારું મુખ્ય કર્તવ્ય છે. હમણાં તેણી દેવ-દશનમાં રોકાયેલી છે તો હ' પણ પ્રથમ દેવવંદન કરી લઉં. ઇત્યાદિ વિચાર કરી તે યુવાન પુરુષ પણ જિનેશ્વરની પ્રતિમાને વંદન કરી ભક્તિપૂર્વક સ્તવના કરવા લાગ્યો. હે જિનેશ્વર ! સકલ જગત જંતુના કર્મ પરિણામ, સ્થિતિ અને ગતિના સ્વભાવને તું જાણવાવાળા છે, અને તેથી જ સંસારવાસમાં દુ:ખી થતાં પ્રાણિઓના સુખને માટે તે શાશ્વત સુખને માગ દેખાડે છે. - હે પ્રભુ! દેહાતીત હેવાથી તું મનરહિત છે તથાપિ એકાગ્ર ચિત્ત કરી, જે મનુષ્યો તને Gunratnasuri M.S. { } 1oo | Jun Gun Aaradhak Trust