Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના // 118 | TEL પ્રકરણ ૧૭મું ) કર્મનો વિપાક અને ધર્મોપદેશ સદશના ! ગયા સમળીના ભવમાં તેં જે દુ:ખને અનુભવ કર્યો છે, તેનું કારણું પહેલાંના ભવમાં કરેલું કર્મ છે. એટલે આ ભવથી ત્રીજા ભવમાં વૈતાઢ્ય પર્વત ઉપર આવેલી દક્ષિણ શ્રેણી કે જેમાં ગગનવલ્લભ નામનું શહેર હતું; તેમાં અમિતગતિ નામને વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તેને જયસંદરી નામની રાણી હતી. તે રાણીને વિજયા નામની ગુણવાન પુત્રી હતી અનુક્રમે વિજયા મનુષ્યોના મનને હરણ કરનાર રૂપ લાવણ્યતાવાળું યૌવનવય પામી. વિજયા પિતાની સખીઓ સાથે એક દિવસ તે પહાડની ઉત્તર શ્રેણીમાં આવેલી સુરમ્ય નગરી તરફ જતી હતી. રસ્તામાં તેણીએ એક કર્કટસ" (સર્પની જાતિવિશેષ) દીઠે. તે સપને દેખી તે વિચારવા લાગી કે-આ નગરી તરફ જતાં રસ્તામાં મને અપશુકન થયા, તે સર્પને મારી નાંખવાથી અપશુકન નિષ્ફળ થશે તેમ ધારી અજ્ઞાનતાથી બાણુ તૈયાર કરી, એક જ બાણે તે નિરપરાધી સ૫ને વિંધી નાખે તે સર્પ ત્યાંથી મરણ પામી ભરૂઅચ્ચ શહેરની બહાર મહાપાપી મ્લેચ્છપણે ઉત્પન્ન થયો. 118 || Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust --જનક નાગરિક | ET |