Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન ~ E પ્રકરણ પંદરમું [E] દુઃખીને બેલી ભગવાન-સ્વધર્મીને મેળાપ જેટલી હૃદયની વિશદ્ધિ તેટલી જ કાર્યની સિદ્ધિ સમીપમાં છે. ઉગ્ર પુણ્ય પાપને બદલો (કે ફળ) ભેડા જ વખતમાં મળે છે. આવા વિપત્તિના કઠિન પ્રસંગમાં પણું જે ધર્મકર્તવ્યમાં લીન થાય છે તેને તેના શુભ કર્તવ્યને બદલ કેમ ન મળે? તેને મહાનું પુરુષો કેમ મદદ ન મોકલે? દુ:ખીને બેલી ભગવાન છે. આ કહેવત પ્રમાણે શીળવતીના પુન્યથી પ્રેરાયેલો કહે કે તે મહાપ્રભુની ભક્તિથી કેઈએ મોકલેલ એક તરુણ પુરુષ ત્યાં આવી ચડયા. શીળવતી તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી હતી તેટલામાં જમીન પર પડેલા ઝાડનાં સૂકાં પાંદડાને ખડખડાટ તેના સાંભળવામાં આવ્યું. કાંઈક શંકાથી સાવધાન થઈ તે તરફ નજર કરી જુવે છે તે વસ્ત્રાભરણેથી ભૂષિત શરીરવાળો અને થોડા માણસના પરિવારવાળા એક ઉત્તમ યુવાન પુરુષ પોતાની નજીક આવતો તેણીએ દીઠો. તે પુરુષ પણ ધીમેધીમે નજીક આવી શીળવતીના સન્મુખ થઈ ચિંતવવા લાગ્યો કેઆ કેઈ અમરી, વિદ્યાધરી કે માનુષી રાજકુમારી જણાય છે. તે જે માનુષી હોય તો કોઈ Jun Gun Aaradhak Trus P.P.Ac. Gunratnasuri M.S.