Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શને ઋષભદત્ત સાર્થવાહે જણાવ્યું. અહા! જયવર્મ રાજાની પુત્રી શીળવતી ! તે તો અમારા ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી થાય છે. અહીં વિધિવિલસિતા તે કેટલે બધે દૂર આવી રહી છે! અમારા મહારાજાની ભાણેજી તે અમારી પણ ભાણેજી. મહાન પુણ્યદયથી અહીં તેની શુદ્ધિ મળી છે. વિજયકુમાર તેની પછાડી શોધ કરવા ગયે હતો. વિદ્યાધરને જીતીને પાછા આવતાં તેણે સર્વ સ્થળે શીળવતીની શોધ કરી, પણ તેણીની બિલકુલ શુદ્ધિ તેને મળી ન હતી. રાજાએ ટકોર કરી હસતાં હસતાં જણાવ્યું. સાર્થવાહ! આ શીળવતી તમારી ભાણેજી થાય, સુદર્શનાની માસી લાગે, રાણીની બહેન થાય. આમ અહીં તમારું કુટુંબ આવી મળ્યું અને હું તે એકલો જ રહ્યો. ઇત્યાદિ શેકને દૂર કરાવનાર, આનંદી વચનેએ શીળવતીને આશ્વાસન આપી રાજાએ જણાવ્યું–શીળવતી ! તું મને જિનધર્મનું સ્વરૂપ સમજાવ. સર્વધર્મો જાણવા જોઈએ, અને તેમાંથી આત્માને હિતકારી હોય તે આદરવું જોઈએ. વ્યવહારમાં પણ મનુ પ્રથમ જાણીને પછી જ કાર્યને આદર કરે છે. આ અવસરે ધર્મયશ નામના ચારણશ્રમણ (મુનિ) નંદીશ્વર દ્વીપ તરફ આકાશમાગે જતા હતા તે ત્યાં થઈને જતાં, ધર્મના અર્થે રાજાને સભામાં બેઠેલો દીઠે. પ્રવર અવધિજ્ઞાનથી રાજાના અભિપ્રાયને જાણીને તે મહાત્માએ વિચાર કર્યો કે-જિનેશ્વર ભગવાને કહેલ Jun Gun Aaradhak P.P. Ac. Gunratnasur M.S. / 11 |