Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના // 113 | સમ્યકત્વ મહાદાન છે. જે ધર્મબુદ્ધિથી યા પરોપકારબુદ્ધિથી જીવો. ધર્મ સંબંધમાં બીજાને ઉપદેશ આપે તો, દુનિયામાં એવું કોઈપણ સુખ કે પુણ્ય નથી કે જે તે જીવ ઉપાર્જન ન કરે. " ઇદ્રો જેના ચરણારવિંદમાં વારંવાર નમસ્કાર કરે છે તેવા તીર્થકરો પણ કર્મથી દુ:ખી થતા અનેક જીવોને પ્રતિબંધ આપવા માટે સો સો જન સુધી જાય છે. પ્રતિબંધ પામેલા છે ધર્મનો આદર કરે છે, પાપને ત્યાગ કરે છે, જન્મોજન્મ તેઓ સુખી થાય છે અને છેવટે શાશ્વત સુખ પણ તેઓ પામે છે. | માટે મારે પણ પરિવારસહિત આ રાજાને પ્રતિબોધ આપ, તેમજ જાતિસ્મરણજ્ઞાનથી જગત થયેલી સદશનાને પણ વિશેષ પ્રકારે પ્રબોધિત કરવી. ઇત્યાદિ વિચાર કરી, ધર્મબોધ આપવા નિમિત્તે તે ચારણશ્રમણ મુનિ આકાશમાગથી નીચે ઊતરી રાજસભામાં આવ્યા. મહાત્મા પુરુષને સભામાં આવ્યા જાણી, રાજા તત્કાળ સિહાસનથી નીચે ઊતરી પડયો. સભાના સર્વ લાકે તરત જ ઊભા થઈ ગયા. એક ઊંચા ઉત્તમ આસન પર બેસવા માટે રાજાએ તે મહાત્માને નિમંત્રણા કરી. તે મહાન મુનિ પણ નેત્રથી તે આસનને પ્રતિલેખી રજોહરણથી પ્રમાઈ તેના ઉપર શાંત ચિત્ત બેઠા એટલે ઋષભદત્ત, શીલવતી, સુદશના વિગેરે રાજપષદાએ મુનિશ્રીને વંદન કર્યું. વંદન કર્યા બાદ તે સર્વે નજીકના પ્રદેશમાં જમીન ઉપર બેઠા. રાજપુત્રી સુદર્શનાએ મુનિશ્રીને હાથ જોડી નમ્રતાથી જણાવ્યું કે ભગવાન ! ભયભયથી P.P.Ac. Gurrainasuri M.S. Jun Gun Aaradhak Trust