Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદશ ના iles | કરવા લાગી. અને વર્તમાન તીર્થાધિનાથ મુનિસુવ્રતસ્વામીને વિશેષ પ્રકારે યાદ કરવા લાગી. બુદ્ધિમતી શીળવતીએ વિચાર કર્યો કે, કોઈ પણ કાર્યમાં ઉદ્યમની તો જરૂર જ છે ઉદ્યમ કરનારને દેવ સહાયક થાય છે, તો હું પણ સમુદ્ર ઓળંગવાનો કોઈ ઉપાય કરું. આ નજીકની ટેકરી પર રહેલાં ઊંચા વૃક્ષ પર ૧ભગ્નપત વણિકના ચિની કાંઈ નિશાની કરૂં તે નિશાનીને દેખી, આ પહાડની નજીકમાં થઈને જતાં વહાણોને કઈ પણ માલિક કણબુદ્ધિથી કે ઉપકારની લાગણીથી અહીં આવે તો, હું તેની સાથે મનુષ્યની વસ્તીવાળી ભૂમિ ઉપર જાઉં. અને મારા આત્માને શાંતિ મળે તેવાં કાર્ય કરી કૃતાર્થ થાઉ. ઈત્યાદિ વિચારી કરી આજુબાજુમાંથી ઘાસને એક મજબૂત લાંબા પૂળ વાળી, તે સાથે લઈ પોતે વૃક્ષ ઉપર ચઢી ગઈ. ભગ્નપાતવણિકની નિશાની તરીકે તે વૃક્ષની ટોચ ઉપર તેને ઊભું કરી પોતે વૃક્ષથી નીચે ઊતરી પડી. ગમે તેવી સ્થિતિમાં પણ દિવસે તો પસાર કરવાના જ. કાળ કાળનું કામ કર્યું જ જશે. જો આમ જ છે તે, તે વખતને ધાર્મિક કાર્યમાં વ્યતીત કરવામાં કે વાપરવામાં આવ્યો હોય તો નવીન કર્મબંધ ન થતા, પૂર્વોપાર્જિત અશુભ કર્મને નાશ પણ સાથે થઈ શકે જ, અને તેથી ગમે તેવા સંકટોમાંથી પણ સુખને રસ્તો મળી શકે. ઈત્યાદિ વિચાર કરી વનમાં - ~ 1 સમુદ્રમાં જેનું વહાણુ ભાંગી ગયું છે તે વણિક અહીં છે તેને સૂચવનારૂં ચિહ્ન, ઉપલક્ષણથી નિરાધાર દુઃખી મનુષ્યને મદદ મેળવાનું ચિહ્ન કે નિશાની. A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust