Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના - 106 માનવજિંદગીમાં કઈ કઈ જાતને શોક કરે? કેમકે વિધિએ આ સંસારને દુઃખના નિધાનરૂપ બનાવ્યું છે. | ડાભના અગ્ર ભાગ પર રહેલ માફક જીવિતવ્ય, બળ અને લાવણ્ય ચપળ છે. લક્ષ્મી તેનાથી પણ વિશેષ ચપળ છે, પણ તેમાં ધર્મ એક નિશ્ચળ છે. ધર્મમાં નમસ્કાર મહામંત્ર એ જ સારભૂત છે. તેના મહાન પ્રભાવથી જળ અગ્નિ આદિ ઉપદ્ર શાંત થાય છે. વળી, સમગ્ર ઇષ્ટ મને રથો સિદ્ધ થાય છે. જો તેમ ન હોય તો આવા રૌદ્રસમુદ્રમાં વિમળ પર્વત કયાંથી? અને પવનની વિષમ પ્રેરણાથી મારા વહાણેનું આગમન પણ કયાંથી ! વળી આ ભિન્નપાતવણિકની નિશાનીનું અકસ્માત મારી દષ્ટિગોચર થવાપણું પણ કયાંથી? મારું તો એમજ માનવું છે કે બહેન ! આ તારા નમસ્કાર મહામંત્રના સ્મરણનો જ પ્રભાવ છે. સ્વજનોને વિરહ ત્યાં સુધી જ દાહ કરે છે, દુ:ખ ચિતારૂપ ડાકિની ત્યાં સુધી જ છળે છે અને ભવસમુદ્રમાં આ જીવો ત્યાં સુધી જ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી તેઓ આ મહામંત્રનું સ્મરણ કરતા નથી. - સાધમી બહેન ! તું તારા મનમાં જરા પણ ઉદ્વેગ ન કરીશ. આજથી નિરંતરને માટે હું તારે નાનો ભાઈ છું. એ તું ચોક્કસ માનજે.. હું સિંહલદ્વીપના રહેવાસી ચંદ્રશ્રેષ્ઠીને સોમચંદ્ર નામને પુત્ર વ્યાપારી છું. જિનવચનરૂપ | 106 -- Ac. Gunrat Jun Gun Aaradhak Trus