Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ પવિત્ર શાંતિ જળથી પાપ પંકની શાંતિ કરનારા, સર્વ જીવને અભય આપનારા અને સ્વ–પરને તારનારા ઈત્યાદિ અનેક ગુણગણોથી ભરપૂર ગુરુઓ હોય છે. સદ્દધર્મ પિતાશ્રી! દેવ અને ગુરુના ગુણોથી ધર્મ જુદો નથી, કેમકે ગુણ એ ગુણીને મૂકીને સુદર્શનાર રહી શકતો નથી, તથાપિ વ્યવહારથી ભિન્નરૂપે પણ તે ધર્મ વીતરાગોએ બતાવ્યો છે. I 83 સર્વ જીવો પર દયા રાખવી. નિરંતર સત્ય બોલવું. ચારી નહિ કરવી. મન, વચન, કાયાથી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. પરિગ્રહ આરંભને ત્યાગ કરવો. મન, વચન, કાયાના ગાને અશુદ્ધ વ્યાપારથી નિરોધ કરવો. નિર્લોભતા, ઇંદ્રિયવિજય, કષાયત્યાગ અને શત્રુ મિત્ર પર સમભાવ રાખવો, ઈત્યાદિરૂપ આ ધર્મ મોક્ષ સુખરૂપ ફળને આપનાર છે. વિશેષ શું કહેવું ! જ્યાં વીતરાગ મહાન દેવ છે, આભરમણતા એ જ ધર્મ છે, અને મહાવ્રતધારી, ઉદાર, કૃપાળુ, નિત્ય બ્રહ્મચારી ગુરુઓ જ્યાં સહાયકારી છે, તેઓની મદદથી આત્મિક સુખ પ્રકટ થાય તેમાં કહેવું જ શાનું? પિતાશ્રી ! અમુક ગુણરૂપ પરાક્રમવાળા પતિની તારે માટે શોધ કરશું વિગેરે આપે જણાવ્યું, પણ તે વિષયસુખનું ફળ મેં પૂર્વ ભવને વિષે અનુભવ્યું છે. સંસારનું ફળ ભોગવ્યું છે. સ્વામીને સ્નેહ મેં જોયા છે. બસ ઘણી થઈ. પિતાજી! વિડંબના માત્ર આ વિષયPe. Ac. Gunratnasun M.S. Jun Gun Aaradhak The / 8 , *