Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના / 87 (ટોચ ઉપર ) બારસાખ પર રહેલા તોરણોમાં અને સ્થંભના અગ્રભાગ પર જડવામાં આવેલાં રત્નોથી એમ અનુમાન કરાતું હતું કે વિધિએ રત્નાકરને (સમુદ્રને) તો કેવળ જળ માત્ર જ અવશેષ રાખે છે. બાકી સધળાં રત્ન અહીં આપ્યાં છે. રિપુ વર્ગના દપને તોડનાર અને નીતિલતાને વૃદ્ધિ પમાડવામાં સજલ જલધર સમાન ઈશ્વાકુ વંશમાં તિલક સરખો જયધર્મ રાજા તે નગરીમાં રાજ્ય કરતો હતો. આ રાજાનું દ્રય મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના ગુણગણોથી નિરંતર વાસિત હતું. તે મિથ્યાત્વતિમિરને દૂર કરવાને સૂર્ય સમાન સમર્થ હતા. વળી સ્વભાવથી જ સમદ્ર કરતાં અતિશય ગંભીર હતા, છતાં સમુદ્રની માફક ખાર ન હતો. સૂર્યની માફક તેજસ્વી હતો છતાં કેઈને સંતાપ કરતો ન હતા. મેરૂપવર્તની માફક ગુણગણાથી ગુરૂ (ભારે) હતો તથાપિ તે સ્તબ્ધ (અહંકારી–અક્કડ) ન હતો. ચંદ્રની માફક સૌમ્ય સ્વભાવને હતો તથાપિ તે કલંક રહિત હતો. તેની કીર્તિ સુરલોક પર્યત પ્રસરનારી હતી. પરાક્રમ શત્રુઓને ક્ષય કરવા પર્યતનું હતું. ભક્તિ જિનેશ્વરોને નમન કરવા પર્વતની હતી અને ત્યાગ દારિદ્રયને દૂર કરવા પર્વતો હતો. નિર્મળ શિયળરૂપ હારવાળી, અને ચંદ્રસમાન વદને કરી લક્ષ્મીને પણ જીતનારી પદ્માવતી નામની તે રાજાને રાણી હતી, છતાં એક દૂષણ તેણીમાં એ હતું કે તેને કાંઈ પણ સંતતિ ન હતી. 87 Jun Gun Aaradhak. The PP Ac. Gunratnasuri MS.