Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન છે ત્યા દ:ખરૂપ જ છે, કેમકે, પુત્રીને જન્મ થતાં ચિંતા થાય છે મોટી થતાં આ કન્યા કેને આપવી તે સંબંધી વિશેષ ચિંતા થાય છે, પરણાવ્યા પછી તે સુખમાં રહેશે કે કેમ? વિગેરે અનેક વિકલ્પ થાય છે. આ પ્રમાણે રાજા ચિંતામાં મગ્ન થયો હતો, એ જ અવસરે તે રાજાની સેવા કરવા માટે કુણલા નગરીથી આહવમલ રાજાને વિજયકુમાર નામને પુત્ર ત્યાં આવી પહોંચ્યો. દૂરથી રાજાને પ્રણામ કરી તે ઊભો રહ્યો. રાજાએ કુશળ સમાચાર પૂછી બેસવાને આસન અપાવ્યું. આ રાજકુમાર પાસે આકાશગામીની વિદ્યા હોવાથી તે આકાશગમન કરી શકતા હતા. આ કારણથી તે રાજા પાસેથી તેમજ લોકો તરફથી પણ વિશેષ માને પામ્યા હતા. વળી તે. એટલો બધો રૂપવાન હતો કે તેને દેખવા માટે સંખ્યાબંધ પુરુષ, સ્ત્રીઓ તેની પાછળ ફરતાં યા તેને નીકળવાના રસ્તા પર રાહ જોઈને ઊભા રહેતાં હતાં. આ અવસરે રાજપુત્રી શીળવતી પણ પિતાના પાદવંદનાથે અનેક સખીઓ સાથે રાજસભામાં આવી. પિતાને નમસ્કાર કરી તેની નજીકમાં શીળવતી બેઠી. સભામાં આજુબાજુ નજર કરતાં વિજયકુમાર તરફ રાજકુમારીનું ધ્યાન ખેંચાયું. કુમારનું અદૂભૂત રૂપ દેખી કુમારી વિચારવા રાગી કે--આ રાજકુમાર જે સ્ત્રીને પતિ થશે તે નારી કઈ મહાભાગ્યવાન યા પુન્યવાન જ હોવી જોઈએ. આ પ્રમાણે વિચારણા કરતી કુમારીએ વિકારી લાગણી વિના સ્વાભાવિક રીતે જ વિજયકુમાર ઉપર પિતાની દષ્ટિ સ્થાપન કરી. Jun Gun Aaradhak PP'Ac. Gunratnasuri MS !