Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 85 સુંદરીએ પ્રણામ કરી જણાવ્યું–મહારાજા! શી આજ્ઞા છે? રાજાએ જણાવ્યું–આ મારી સુદશના તારા પ્રભાવથી જ ઉત્પન્ન થયેલી છે. તું તેને એવી રીતે શિક્ષા (સલાહ) આપ કે તે સંસારના સુખમાં આસક્ત થાય અને તેને વૈરાગ્ય મૂકી દે. આ તારી બહેનની કે બહેનપણીની પુત્રી છે. વળી તને વિશેષ પ્રકારે વલ્લભ છે તો મારું માનવું એમ છે કે-તે તારા વચનથી સંસારવાસમાં રહેવાનું તરત જ કબૂલ કરશે. ખરેખર સ્વજનોની એ જ રીતિ છે કે સુખ–દુ:ખમાં સરખો ભાગ લઈ યોગ્ય અવસરે મદદ આપે. - રાજાનાં આ વચને સાંભળી સુંદરી વિચારમાં પડી કે–મારે આ ઠેકાણે સુદર્શનાને કાંઈ પણ કહેવા જેવું નથી કેમકે તેણી જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ જાણનારી છે. જિનધર્મના તો તેનાં રમે રોમે પરિણમી રહ્યાં છે. શું તેણી મારા વચનેથી સંસાર તરફ પોતાનું વલણ કરશે? નહિ જ. વળી વિષયોથી વિરક્ત થયેલાને વિષય સંબંધી બોધ આપી તેમાં પ્રવૃત્તિ કરાવવી તે તેના પવિત્ર હૃદયને ઘાત કરવા બરોબર છે, માટે મારે તો જેમ તેણી જિનધર્મમાં સ્થિર યાને દઢ થાય તેમ તેને કહેવાની જરૂર છે, તેમ કહેવાથી મહારાજા કદાચ વિરક્ત થશે, પણ તેનું પરિણામ તે સારું જ આવશે. ઇત્યાદિ કેટલાક વખત સુધી ઘણી બારીક રીતે વિચાર કરી સુંદરીએ રાજાને જણાવ્યું મહારાજા! આ કાર્યમાં મારા જેવા બાળકને બોલવાનું શું છે? ફ 85 / Jun Gun Aaradhak P.P.A. Gunratnasuri MS.