Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 8 | કુમુદ હસે છે (વિકસિત થાય છે). જે ધર્મનાં સુંદર ફલો પ્રત્યક્ષપણે જોવામાં આવે છે તે ધર્મ ઉત્તમ છે. જે ધર્મના કાંઈપણ અલૌકિક ગુણે અનુભવમાં આવતા નથી, અથવા શ્રદ્ધાન કરવા લાયક ઉત્તમ ગુરૂના મુખથી જે ધર્મ સાંભળવામાં નથી આવ્યો. તે ધર્મને ધર્મપણે કેમ ગ્રહણ કરી શકાય? ઉત્તમ ગુના ઉપદેશ સિવાયને ધર્મ પરલોક હિતકારી થતો નથી જેમ ગુરુ સિવાય * નૃત્ય કરતાં શીખેલ મયૂરને નૃત્ય કરતાં દેખી લોકો હસે છે, તેમ તે ધર્મ કરનાર હાંસીપાત્ર થાય છે. પિતાજી ! ભવસમુદ્રમાં જહાજતુલ્ય ગુરુશ્રીની કૃપાથી દેવ, ગુરુ, ધર્મનું જે સ્વરૂપ મને જણાય છે, તે હું આપની આગળ જણાવું છું. આપ શાંતિથી શ્રવણ કરશે. - દેવાધિદેવ જે પુત્ર, કલત્રાદિકની આશાના દઢ બંધનથી બંધાયેલ નથી, અનંગ (કામ) બાણથી જે બિલકુલ હણાયેલ નથી, સર્વ ભયથી નિરંતર મુક્ત હોવાથી પાસે હથિયાર રાખતા નથી, Hot: અર્થાત ખરાબ દેખાય છે. ગુરુ એક નૃત્ય કરતાં મયૂરને આગળને ભાગ સુંદર દેખાય છે પણુ દૂઠને ભાગ તદ્દન ખુલ્લે સિવાય પિતાની મેળે શીખેલ કળાનું આ દૃષ્ટાન્ત છે. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trul