Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના રહેવાપણું તે સંન્યસ્ત ધર્મ છે. કહ્યું છે કે ग्रीष्महैमंतिकान् मासानष्टौ भिक्षुविचक्रमेत् / दयार्थं सर्वभूतानामेकत्र वर्षास्वावसेत् // 1 // ભિક્ષુકાશ્રમીઓએ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુના આઠ માસ પર્યત પૃથ્વીતલ પર પર્યટન કરવું; પણ વર્ષો ઋતુમાં સર્વ જીવોની દયાને ખાતર ચાર માસ એક સ્થળે રહેવું માટે એક સ્થળે વધારે વખત કે સ્થાયી ન રહેવાપણું, આરંભને ત્યાગ, ભિક્ષાવૃત્તિથી કપ્ય આહાર લેવાપણું, આત્મજ્ઞાન અવધની પ્રબળ ઇચ્છા, આત્મદર્શન કરવું એ સંન્યસ્તાશ્રમ ધર્મ કહેવાય છે. આ પ્રમાણે ટૂંકામાં ચાર વર્ણાશ્રમ ધર્મોનું વર્ણન મેં આપની આગળ કર્યું. હે નરનાથ! આ આપની રાજપુત્રીને ધન્યવાદ ઘટે છે કે–આવી બાલ્યાવસ્થામાં પણ સંસારવાસનાથી નિવૃત્ત - થઈ તેણીનું મન ધમમાર્ગમાં રમી રહ્યું છે. કહ્યું છે કે - दालिदियस्य दाणं पहुणो खंती विउस्स न हु गव्वो / जुव्वणवंतस्स तवो दयाय धम्मस्स कसवट्टो // 1 // 75 Jun Gun Aaradhak P.P.Ac Gunratnasuri M.S.