Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના જિંદગી પામી છું, તો જેઓ નિરંતર તે મહાપ્રભુનું સ્મરણ કરે છે તે શાશ્વત સુખ પામે તેમાં આશ્ચર્ય શાનું? પિતાશ્રી! હમણાં આ શ્રેષ્ઠીના મુખથી નમી ગરિહંતાળ પદ સાંભળી વિવેક વૃક્ષનાં બીજ તુલ્ય મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. અને તેથી જ મને મારે પૂર્વજન્મ (પૂર્વ ભવ) દેખાઈ આવ્યા છે. જે મેં આપ સર્વની આગળ નિવેદિત કર્યો છે. NI eo | // so || E પ્રકરણ અગિયારમું | સુદર્શનાનો વૈરાગ્ય-પુરોહિતનો ગૃહસ્થાશ્રમમાં રહેવાનો ઉપદેશ જાતિસ્મરણ-(પૂર્વજન્મના) જ્ઞાનથી વાસિત થયેલી પિતાની પુત્રીને જાણ રાજા વિચારમાં પડ–શું આ મારી પુત્રી કહે છે તે વાત સત્ય હશે? તે શહેર અને તે મુનિવરો કયાં? તે સમળી મરીને મારી પુત્રીપણે ઉત્પન્ન થઈ છે તે વાત કેમ સંભવી શકે? આ પ્રમાણે વિચાર કરતા રાજાએ ઘણા આગ્રહ અને આદરપૂર્વક જણાવ્યું–રાજકુમારી આ જુઠા વૈરાગ્ય શું તું આણે છે? આ તારી માતા તારી આ સ્થિતિ થવાથી મહાદુઃખી થઈ રહી છે. આ પરિવાર શોકથી પીડાય છે જે તે ખરી, તારી બાળસખીઓ કેટલું આક્રંદ કરે છે, તે સર્વને Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True - S