Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન જ્ઞાનીને કહેલો ઉત્તમ ધર્મ તને શરણભૂત થાઓ. આ ચાર શરણે અંગીકાર કર. આ શરણોના શરણથી નિર્ભય થઈ રાગ-દ્વેષ રહિત અરિહંતદેવનું તું સ્મરણ કર. 'પરમ ભક્તિથી અરિહંતદેવને એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તો આ જન્મની પીડાથી મુક્ત થઈ. નિશ્ચ પરલોકમાં તે મહાનું સુખસંપદા પામે છે. માટે ત્રણ લોકમાં સારભૂત આ નમસ્કાર મહામંત્ર (નમો રિહંતાળ)નું તું સ્મરણ કર. આ મહામંત્રના પ્રભાવથી પરલોકમાં તું જરાપણુ દુઃખનું ભાજન નહિ થઈશ. વળી ચાર પ્રકારના કષાયને ત્યાગ કર, મમત્વ ભાવ દૂર કર. સંયમ અને નિયમોમાં માનસિક વૃત્તિથી ઉજમાળ થા, અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. આ પ્રમાણે દઢ સંક૯૫ની સમળી પર અસર કરતા તે મુનિ દિવસને મોટો ભાગ તેની પાસે રહ્યા. સમળી પણ કર્ણાજલી દ્વારા મુનિઓના વચનામૃતનું પાન કરવા લાગી. તે પવિત્ર મુનિઓના અતિશયિક બાધથી સમળીને મહમળ ગળી ગયો. મન, નેત્ર અને કહ્યું ત્રણે દ્વારા મુનિશ્રીના મુખ પર લક્ષ રાખી પોતાનું સર્વ દુઃખ વિસ્મરણ કરી તે શાંત થઈ. પિતાજી આ સ્થિતિના બીજા પરિણામમાં મરણ પામી તે સમળી (હું પોતે) અહીં આપની પુત્રીપણે ઉત્પન્ન થઈ છું. અહા! અજ્ઞાન અવસ્થામાં પણ અરિહંતનું સ્મરણ કરવાથી જ્યારે હું આવી ઉત્તમ Jun Gun Aaradhak Trust I6l PP Ac. Gunratnasuri MS