Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના a 8 પ્રકરણ નવમું સુદર્શનાને જાતિસ્મરણજ્ઞાન પ્રેમ, મહત્વ કે આશ્ચર્યની વસ્તુ દુનિયામાં એક કરતાં અધિક યા ચઢિયાતી ઘણીવાર માલુમ પડે છે. એક નવીન વરંતુ કેઈક વાર જોવામાં આવે છે ત્યારે તે તરફ સ્વાભાવિક જ મનુષ્યનું આકર્ષણ થાય છે, પણ તે જ વખતે તેના કરતાં અધિક ઉત્તમ અને દુર્લભ વસ્તુ દેખવામાં આવે તે પહેલી વસ્તુ તરફ આકર્ષણ ઓછું થઈ તેટલા જ કે બલ્ક તેથી વિશેષ વેગથી બીજી વસ્તુ તરફ મનુષ્યનું આકર્ષણ થશે. આ ન્યાય પ્રમાણે અત્યારે રાજસભામાં ઋષભદત્ત સાર્થવાહ તરફ લોકેનું જે આકર્ષણ હતું, તે જ સ્થળે રાજકુમારી સુદર્શનાનું ઘણે વખતે આગમન થતાં સર્વ સભાલોકની દષ્ટિ તેણીની બાજુ આકર્ષાઈ, એટલે ઋષભદત્ત સાર્થવાહે પણ પિતાની ચાલતી વાત એકદમ ત્યાં જ અટકાવી દીધી. દેહની ક્રાંતિએ કરી જાણે વિદ્યાધરી કે અપ્સરા હાય નહિ તેમ શોભતી સુદર્શનાને દૂરથી જોતાં જ રાજાએ આનંદિત નેત્રે અને હસતે મુખે પિતાની પાસે બોલાવી. સુદશના | 58 ! 1 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True