Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના | પટા પણ ઘણા દિવસથી પિતાને મળવાને ઉત્કંઠિત થયેલી હતી. તે તરત જ નજીક આવી, અને હર્ષાવેશથી ગદ્ગદ્ કંઠિત થઈ પિતાના ચરણમાં નમી પડી. રાજાએ તેને તરત જ ઉઠાડી પોતાની પાસે બેસારી. આંબાના વનમાં આવેલો ભમરાને સમુદાય જેમ તૃપ્તિ ન પામે, તેમ રાજકુમારીને જોતાં પ્રેમ પ્રસરથી પ્રફુલ્લિત રાજાનાં નેત્રો તૃપ્તિ ન પામ્યાં ઘણા દિવસે વિદ્યા ભણીને આવેલી હોવાથી, તેમજ તેનું મુખ અત્યારે વિશેષ પ્રસન્ન હોવાથી રાજાએ અનુમાન કરી જણાવ્યું કે પુત્રી! તું વિદ્યાનું અભિમાન ન કરીશ. કેમકે ભણેલી વિદ્યાથી તેં મને હજી બિલકુલ સંતષિત કર્યો નથી, અથવા તૃપ્તિ પમાડી નથી. સુદર્શનાએ જણાવ્યું, પિતાજી! ધર્મ, વિદ્યા અને વિનયમાં વિદ્મ કરનાર, શ્રતશીલને વિનાશ કરનાર અભિમાન છે; એમ જાણતાં છતાં તેને સંગ્રહ કેણું કરે? અર્થાત હું બિલકુલ વિદ્યાને ગર્વ કરતી નથી. આટલા શબ્દો પરથી જ કવિત્વમાં પટુતા અને વકતૃત્વમાં કુંવરીની દક્ષતા જોઈ રાજાને ઘણા હર્ષ થયા. રાજાએ ખુશી થઈ જણાવ્યું. હાલી પુત્રી ! હું પૂછું તેનો તું જવાબ આપ. कः क्रमते गगनतलं ? किं क्षीणं वृद्धिमेति च नितांतम् ? को वा देहमतीव, स्त्रीपुंसां रागिणां दहति ? P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust