Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના કરી રહ્યા હતા. તેમાં કેટલાંક પંખીઓએ માળા પણ ઘાલ્યા હતા. તે વૃક્ષ પર એક સમળી પણ રહેતી હતી. તે સમળી ગભપ્રકૃતિના વખતે અસહ્ય વેદનાથી પીડાવા લાગી. કેટલાક વખત પછી દુસહ શૂળની વેદના ભોગવતાં તેણીએ બે બચ્ચાંને જન્મ આપ્યો. પ્રસવ સમયની અસહ્ય વેદના ભગવતી વખતે તેણીને પતિ પણ તેને મદદગાર ન થયે. ખરેખર જન્મથી મરણપર્યંત સ્ત્રીઓ નિરંતર પરાધીન અને દુ:ખણી હોય છે. ઉદરપૂર્તિ માટે કાંઈ પણ ખાવા લેવા જવાના ઉપાય ચિતવે છે, તેટલામાં અકસ્માત પ્રચંડ પવન વાવાને શરૂ થયે, દશે દિશાઓમાં ધૂળ ઊછળવા લાગી. મેધની માળાને વિસ્તારની પ્રાકૃષ (વર્ષા) ઋતુ શરૂ થઈ. કુપુરુષ જેમ અપયશથી વ્યાસ થાય છે તેમ ભ્રમરની માફક કાળાં અને તમાલ દલની માફક શ્યામલ વાદળાંના સમૂહથી આકાશ છવાઈ ગયું. નિર્ભાગ્ય પુરુષને મળેલા નિધાનની માફક ક્ષણદષ્ટનષ્ટ ચપળ વિજળી આકાશમાં ચમકવા લાગી. ઊંચ પદ પર રહેલા નીચ પુરુષ માફક, બ્રહ્માંડને પણ ફોડી નાખે તેવા નજીકમાં ગજરો થવા લાગ્યા. વિરહી મનુષ્યના હૃદયને દુ:ખરૂપ, મોટી મોટી અખંડ ધારાથી વાદળ વરસવા લાગ્યાં. આ પ્રમાણે અવિચ્છિન્ન ધારાએ વરસાદ વરસતાં સાત દિવસ થયાં ત્યારે કાંઈક વરસાદને શાંત થયેલ દેખી તે સમળી દિશાઓના ભાગે નિહાળવા લાગી, તેણીનું શરીર ભૂખ તથા પીડાથી સંકોચાઈ ગયું હતું. ઊડવાની શક્તિ પણ તેવી ન હતી. તથાપિ ભૂખ સહન થઈ શકે તેમ ન હતી. તેમજ તેને ત્યાં બીજું કઈ લાવી આપે તેવો Jun Gun Aaradhak True કે 66 . Ac. Gunratnasun MS.