Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના કે 54 || તે વહાણની ઉપર ઉજજવળ ધ્વજા, છત્ર, ચામરો વિગેરે જણાતાં હતાં. ચારે બાજુ વાવટા ફરકી રહ્યા હતા. ઊંચો આટલો પર લટકતી ધ્વજાઓથી જાણે સાક્ષાત દેવવિમાન હોય તેમ જણાતું હતું. ચારે બાજુ નિવિડ પાખરવડે પાખરેલું હતું. સ્થાને સ્થાને પરાક્રમી સુભટો રહેલા હોવાથી શત્રુઓને દુર્વાહ્ય હતું. તે વહાણુમાં ત્રણ કૂવાઓ, સો સઢ અને સ્થંભ હતા. લોઢાનાં ત્રીસ લંગરો જણાતા હતા. કૂવા અને રસ્થંભ ઉપર ઊભા રહી સુભટોને યુદ્ધ કરવા માટે પીંજરામાં બાંધેલાં હતાં તે જહાજની ચારે બાજુ લટકતા ખડ્ઝ, ભાલા, ધનુષ્ય અને તુણનાં યુગલો હતાં. વિષમ રીતે પરિભ્રમણ કરતાં યંત્રોથી ખરેખર તે વિષમ જ હતું. વળી તેમાં ચાર બગીચાઓ અને બન્ને બાજુ દશ દશ પ્રેક્ષાગૃહ હતા. તેમજ–ઘી, તેલ, અનાજ, વસ્ત્ર અને ઇંધણ વિગેરેના સંગ્રહવાળી અનેક દુકાને જોવામાં આવતી હતી. તેમાં રહેલ સામાનની સંખ્યા કરવી તે મુશ્કેલી ભરેલું હતું. આટલી સામગ્રીથી ભરપૂર તે આવતા જહાજને હું જોતો હતો, તેટલામાં તે જયરાજિત્રને વગાડતું તે વહાણ બંદરમાં આવી પહોંચ્યું. નિર્યામકના વચનોથી તે વહાણ તરત જ ઊભું રાખવામાં આવ્યું. સઢ ઉતારી નાખ્યા અને ચારે બાજુથી લંગ નીચાં મૂકયા. મહારાજા ! તે જહાજના માલિકે નિર્યામકોને પારિતોષિક દાન આપ્યું. અને મંગળાચાર કરી તે ધનાઢય સમુદ્રને કિનારે બંદર પર ઊતર્યો છે. તે ધનપતિ ભેટશું લઈ આપને તરતમાં જ મળવા માટે તૈયારી કરતો હતો. તેના આવ્યા પહેલાં જ | 54 Jun Gun Aaradhak Tu