Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 1000 10000મા કર્યું. ઘણાં તિલક, ઔષધ, અને સ્નાન, પાન કર્યા તે પણ નેત્રને આનંદ આપનાર એક પણ પુત્ર ન થયો. તેને ખરો ઉપાય તો એ છે કે જેમ અભયદાન (જીને મરણના ભયથી બચાવવા તે અભયદાન કહેવાય છે) આપવાથી વ્યાધિ રહિત શરીર પ્રાપ્ત થાય છે તેમ સુપાત્રદાન આપવાથી ઘણી ઋદ્ધિ અને પુત્રોની પ્રાપ્તિ થાય છે છતાં પુત્રીની પ્રાપ્તિ માટે તમારો વિશેષ આગ્રહ છે તો આજની જ રાત્રિએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરે તે પુત્રી થશે કે નહિ તેનું ખરું રહસ્ય તે તમને જણાવી આપશે. ચંદ્રલેખાએ જવાબ આપ્યો : બહેન ! તે કામ તારે પિતાને કરવાનું છે. તારે જે કુળદેવ છે તે જ આજથી મારો કુળદેવ છે, એમ ખાત્રીથી કહું છું. ચંદ્રલેખાને વિશેષ આગ્રહ હોવાથી સુંદરીએ તે વાત અંગીકાર કરી, રાણીની રજા લઈ સુંદરી ચંદ્રશ્રેષ્ઠીને ઘેર આવી, ઉપવાસનું પચ્ચખાણ કરી મુનિસુવ્રતસ્વામી તીર્થકરની શાસનાધિષ્ઠાતા નરદત્તા દેવીનું આરાધન કરવા નિમિત્તે પવિત્ર થઈ એકાંત સ્થળે સ્મરણ કરવા બેઠી.. પરિણામની વિશુદ્ધિ, ભક્તિની વૃદ્ધિ અને એકાગ્રતાની સિદ્ધિ પૂર્ણ હોવાથી તે જ રાત્રિએ નરદત્તા દેવી પ્રગટ થઈ, સુંદરીને કહેવા લાગી. સુંદરી! તારી બહેન ચંદ્રલેખાને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રિએ તેને અમુક સ્વપ્ન આવશે. ઇત્યાદિ કહી, ઉત્તમ વસ્તુની શેષ આપી દેવી અંતર્ધાન થઈ ગઈ. સુંદરી પણ ધ્યાન પૂર્ણ કરી પ્રાત:કાળ થતાં જ I 46 | 1000 Jun Gun Aaradhak True