________________
૧૦
રાજહૃદય ભાગ-૧૩ દુઃખોનો નાશ કરવો છે. “એવા મમએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી.” એણે. સત્સંગ નિત્ય ઉપાસવો. સત્સંગ માટે એણે આતુર રહેવું અને ૬૦૯માં જે કહ્યું એ પ્રમાણે... આપણે એ પત્ર આવી ગયો કે, પ્રાણ જાય તેવી પ્રતિકૂળતા આવતી હોય તોપણ એને ગૌણ કરીને સત્સંગને ઉપાસવો. ગૌણ ન કરવો. ૪૭૦ પાને. ચોથી લીટી. અગિયારમો Paragraph છે ને? અગિયાર નંબરનો.
તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. પણ સત્સંગને ગૌણ કરીને બીજા પદાર્થને મુખ્ય કરવો, બીજા પ્રસંગને મુખ્ય કરવો એમ કરવું નહિ. આપણે તો ઘણીવાર એ દષ્ટાંત વિચારીએ છીએ કે માણસ કમાવા માટે દેશ છોડીને “મુંબઈ જાય છે, “કલકત્તામાં જાય છે, “આફ્રિકામાં જાય છે, “અમેરિકામાં પણ જાય છે. દેશ-પરદેશમાં પોતાનું વતન, સગા-સંબંધી, કુટુંબ (મૂકીને) માણસને એકલા પણ જવું પડે છે. વર્ષો સુધી કુટુંબ છોડી છોડીને એકલા રહે છે કે નહિ ? એકલા રહેવું પસંદ તો કરતા નથી. પોતાના કુટુંબને છોડીને કોઈને એકલું રહેવું પડે એ તો કોઈ પસંદ કરતું નથી. છતાં પણ પોતાના આર્થિક પ્રયોજન માટે માણસ કરે છે. તો આત્મહિતના પ્રયોજન માટે એને એથી વધારે કાંઈક કરવું પડે તો એમાં શું વિશેષ કરે છે ? એ તો એક વર્તમાન પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓનો સવાલ છે. જ્યારે અહીંયાં તો અનંત જન્મ-મરણનો સવાલ છે. જે સત્સંગને કારણે અસંગતા પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે.
એટલા માટે એ વાત લીધી છે કે, તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ.” એટલે વિશેષ રાગ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. અને પ્રાપ્ત હોય ત્યારે પણ જો પોતે પ્રમાદમાં હોય અથવા રસગારવ એટલે કોઈપણ ઇન્દ્રિયોના વિષયમાં વિશેષ રસવાળા પરિણામોમાં રહે તોપણ ચાલતો સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહિ.'
મુમુક્ષુ - ઓલાને માન, અપમાન, સમાલોચના, આલોચના કાંઈ નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. બધું ગૌણ કરવું. સત્સંગ મળતો હોય તો બધું ગૌણ કરીને એક સત્સંગ ઉપાસવા યોગ્ય છે. એ વાત કરી. અને તે અત્યંત સત્ય છે.” એ જ્ઞાનીપુરુષની આજ્ઞા છે. એમ લેવું. એ જ્ઞાનીની આજ્ઞા છે અને એ આજ્ઞાનું