________________
જ
प्रमाणनयतत्वलोकालङ्कारः
ગ્રંથપ્રયાજન—
प्रमाणनयतत्व व्यवस्थापनार्थ इदमुपक्रम्यते ॥ १ ॥
અર્થ:—પ્રમાણ અને નયનું તાત્વિક સ્વરૂપ વ્યવસ્થિત રીતે સમજાવવા આ ગ્રંથ રચવાની શરૂઆત કરવામાં આવે છે.
વિશેષા—પ્રાણી માત્રની પ્રવૃતિમાં પ્રમાણ સંકળાયેલ છે. કારણકે દરેક પ્રાણીનું ઈષ્ટમાં પ્રવૃત થવું અને અનિષ્ટથી અટકવું તેમાં જરૂર તેતે વસ્તુના જ્ઞાન સિવાય ન બની શકે. પછી ભલે તે વસ્તુનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય કે અનુમાન વિગેરે કોઈપણ પ્રમાણથી થાય પરંતુ વસ્તુના આધ જરૂરી રહે છે.
વ્યાકરણ શાસ્ત્ર વિગેરેના પ્રયાગને ઇચ્છાપૂર્વક જનસમુદાય અનુસરતા નથી. પરંતુ જનવથી ખેલાતા પ્રયાગને વ્યાકરણ શાસ્ત્ર વિગેરેને અનુસરવું પડે છે. તેમજ જનવગ પણ જાણે અજાણે વ્યાકરણ પ્રયાગને અનુસરીને વચન ઉચ્ચારે છે. તેવીજ રીતે પ્રાણીગણથી અનુભવાતા વાસ્તવિક ને અવસ્તાવિક રીતે વસ્તુના આધ થાય છે તેને પૃથક્કરણ કરી વાસ્તવિકને સાચારૂપે અને અવાસ્તવિકને ખાટા રૂપે નક્કી કરવું તેજ પ્રમાણુનું કવ્ય છે. છતાં એ વિષય ઉપર જુદા જુદા મતાંતર દેખાય છે તેનું મૂખ્ય કારણ અપેક્ષા કે પૃથક્કરણની પદ્ધતિ ભેદ છે. એટલે વસ્તુના સમસ્ત પ્રકારે વાસ્તવિક ધ તે પ્રમાણ.
નય:સ્વાર્થ વિનાનાઅને કેવળ કલ્યાણ ઈચ્છતા પુરુષામાં પણ મતભેદ પડી જાય છે તે આ નયને નહિ સ્વીકારવાનુંજ