________________
१६६
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
મુકવામાં આવેલ છે કે સાતપ્રકારની જિજ્ઞાસાદ્વારા સપ્તભંગીને પ્રયોગ કરવામાં આવે છે. અને તે સાતે બંને એક જ વસ્તુ સબંધી હોવા જોઈએ પરંતુ ભિન્ન ભિન્ન વસ્તુ સબંધી ન હોવા જોઈએ. કારણકે તેમ કરવામાં આવેતે વ્યવસ્થા વિના અનેક ભંગ થઈ જાય.
તેમજ “વિરોધન” એ શબ્દ એટલા માટે મુકવામાં આવ્યું છે કે જેનું પ્રતિપાદન કરતા હોઈએ તે પદાર્થ પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ હોય તો તેના ભંગે સત્ય ન બની શકે. કારણકે વસ્તુ પ્રત્યક્ષ કે આગમ વિરુદ્ધ હોય તો તે વસ્તુ સંબંધી જે બંધ થાય તે પેટે બંધ થાય છે. જેમકે ચીચેવ વાપુત્ર: ચાનાચેવ પુત્ર વિગેરે ભંગ ખોટા છે. કારણકે તે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે.
આ સૂત્રમાં જે “” શબ્દ મુકવામાં આવ્યું છે તે સ્યાદુ શબ્દના અનેકાન્ત વિધિ અને વિચાર વિગેરે ઘણું અર્થો થાય છે. છતાં અહિંતે તેને અનેકાન્ત અર્થ જ ઉપયોગી છે. આ સ્યાશબ્દ જે પદાર્થ અથવા ધર્મના સાતભંગ કરવામાં આવે છે તે દરેકમાં જોડવામાં આવે છે. જેમકે, “ ચચેવ ઘટઃ આ ભંગનો અર્થ અનેક ધર્મવાળો ઘટ હોવા છતાં તેમાં અસ્તિત્વ ધર્મને સ્વીકાર છે તે જણાવે છે.
હવે અહિં એક શંકા એ ઉપસ્થિત કરવામાં આવે છે કે સ્યાદુ શબ્દજ જ્યારે અનેક ધર્મને બોધ કરે છે ત્યારે અસ્તિ વિગેરેને શબ્દપ્રયોગ નિરર્થક છે. કારણકે અસ્તિ શબ્દથી પ્રતિપાદ્ય સત્વરૂપ ધર્મ તે પણ અનેક ધર્મને પ્રતિપાદન કરનાર સ્યાદ્ શબ્દથી પ્રતિપાદિત થઈ જાય છે.