________________
२०६
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
લઈને આપણે ગુણોને ભિન્ન માનીએ છીએ. આથી અહિં પણ અભેદવૃત્તિ ઘટી શકતી નથી. સબંધ-દંડના સંબંધથી દંડી, છત્રના સબંધથી છત્રી, અને ધનના સબંધથી ધની કહેવાય છે. આમાં દંડના સબંધથી છત્રને અને ધનને સબંધ જેમ જુદે છે. તેજ રીતે પર્યાયાર્થિકનયના મતે “ધરોડક્તિ' ત્યાં ઘટમાં સત્વસબંધ છે. પણ ઘટને અસત્વ સંબંધ તે સત્વ સબંધથી જુદે છે. જયારે આ રીતે સબંધ ભિન્ન હોય ત્યારે પર્યાયાર્થિક નયના મતે સબંધીમાં સબંધોને
અભેદ નજ ઘટી શકે. પરંતુ ભેદ જ ઘટે. જ સંસર્ગ––આજ પ્રમાણે સંસર્ગને લઈને પણ જુદા જુદા
સંસર્ગોને પદાર્થોમાં અભેદ ન ઘટી શકે. કારણકે પર્યાયાર્થિક નયના મતે સંસર્ગોની ભિન્નતાને લઈને સંસર્ગને ભેદ થાય છે, તે પણ અનુભવ સિદ્ધ છે. ઉપકાર –આ ઉપકારને વિચાર કરીએ તે પણ અભેદ વૃત્તિ ઘટી શકતી નથી. કારણકે દરેક વસ્તુમાં ગુણ અનેક હોય છે. અને આ દરેક ગુણો ભિન્ન ભિન્ન ઉપકાર કરતા હોય છે. જે આ દરેક ગુણો એકજ ઉપકાર કરે છે, એમ માનીએ તો પદાર્થનાં ભિન્નભિન્ન ગુણોને સ્વીકાર નકામો થઈ પડે. આ રીતે પર્યાયાર્થિક નયના
મતે ઉપકારમાં પણ અમેદવૃત્તિ ન ઘટી શકે. ૬ ગુણીદેશ-–પયોયાર્થિકનયના મતે ગુણેની ભિન્નતાને
લઈને ગુણદેશની પણ અભેદવૃત્તિ ન ઘટી શકે. પરંતુ ભેદવૃત્તિ ઘટી શકે.