________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૨૨૬ ક્લશમાં તદુત્પત્તિ સંબંધ છે. પરંતુ તે પ્રમાણે તદુત્પતિ સંબંધથી અર્થનું ભાન થતું નથી.
તેમજ પ્રમાણુ તાદાસ્યથીજ નિયત અર્થને પ્રકાશે છે તે પ્રમાણે બીજા પક્ષને જે પ્રમાણભૂત માનીએ તો તે પ્રમાણે એક થાંભલે બીજા થાંભલાને વ્યવસ્થાપક થવું જોઈએ. કારણકે પ્રથમ થાંભલાને આકાર બીજ થાંભલામાં તદુત્પત્તિ સંબંધ નથી. પણ તદાકારતા એ છે. આરીતે તાદાભ્ય સંબંધથી પણ પ્રમાણ નિયત અર્થને પ્રકાશતું નથી.
પ્રમાણ તદુત્પત્તિ અને તાદાભ્ય બનેથી નિયત અર્થને પ્રકાશે છે. એ પ્રમાણે ત્રીજો પક્ષ છે તે પણ વિચારતાં વ્યાજબી કરતા નથી. જે આ ત્રીજા પક્ષનું આલંબન કરીએ તો કલશને ઉત્તરક્ષણ પૂર્વેક્ષણને વ્યવસ્થાપક થે જોઈએ. કારણકે ત્યાં આગળ તે બન્નેમાં તદુત્પત્તિ અને તાદાકારતા બને હોવા છતાં નિયત અર્થની પ્રકાશકતા નથી બનતી.
હવે કદાચ એમ કહેવામાં આવે કે તદુત્પત્તિ ને તાદાભ્ય હોવા છતાં જડ વસ્તુ અર્થને ન પ્રકાશી શકે. પરંતુ જ્ઞાનજ અર્થને પ્રકાશનાર બનવું જોઈએ. તે તે પણ પક્ષ વ્યાજબી નથી. કારણકે આ પ્રમાણે માનતાં પણ એકજ અર્થને વિષય કરનારા ધારાવાહી જ્ઞાનમાં વ્યભિચાર આવે છે. કેમકે તેવા જ્ઞાનમાં સમગ્ર અર્થપ્રકાશકતાનું સમગ્ર લક્ષણ હોવા છતાં ઉત્તરક્ષણનું ધારાવાહિ જ્ઞાન પૂર્વજ્ઞાનને વિષય નથી જ કરતું
આરીતે આ ત્રણે દલિલો વ્યાજબી ઠરતી નથી. પરંતુ એટલું ચોકકસ છે કે જે અર્થને બંધ કરવાનું હોય તેને.