________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
२२३
કારણકે અખંડ સાંકળમાં પણ અકેડારૂપ ભેદ છે.તેમ પદાર્થમાં ભેદ પણ હોય છે. આરીતે પદાર્થમાત્ર અભેદ ને ભેદ બંને રૂપ છે. અર્થાત્ સામાન્ય અને વિશેષ બનેરૂપ છે. - અંત્ય સામાન્ય અને અંત્યવિશેષની અવાન્તર આવેલા બીજા દરેક ભેદ સામાન્ય અને વિશેષ એમ બને કહેવાય છે. પરંતુ અંત્ય સામાન્યમાં વ્યકિતની બહુલતા અને અંત્ય વિશેષમાં વ્યકિતની અલ્પતા હોય છે તે સહેજે સિદ્ધ છે.
આથી એતો ચોક્કસ સિદ્ધ થાય છે કે પદાર્થ માત્ર સામાન્ય અને વિશેષાત્મક છે. તેમાં પદાર્થવિષયક અભેદરીતે કરવામાં આવેલ વિચારને વિષય તે સામાન્ય. અને તેજ પદાર્થવિષયક ભેદબુદ્ધિથી કરવામાં આવેલ વિચારને વિષય તે વિશેષ. અને તે બન્નેને પૃથકરીતે ગ્રહણ કરનાર તે નય છે. યણ સંપૂર્ણ વસ્તુગ્રાહી જે કઈ હોય તો તે પ્રમાણુજ છે. આરીતે પ્રમાણને વિષય સામાન્યવિશેષાત્મક વસ્તુ છે.
કેટલાક સામાન્યજ વાચ્ય છે ને તે સીવાય ઈતર વાચ તરીકે નથી તેમ માને છે. અને તે માનનાર અદ્વૈતવાદિઓ અને સાંખ્યમતવાળા છે.
કેટલાક વિશેષજ વાચે છે ને તે સિવાય બીજું વાચ તરીકે નથી તેમ માને છે. અને તે માનનાર બૈદ્ધમતાવલંબીઓ છે.
તેમજ કેટલાક પરસ્પર નિરપેક્ષ અને પદાર્થથી તદ્દન જુદા સામાન્ય વિશેષયુક્ત વસ્તુને વાચ્ય તરીકે માને છે ને તેથી બીજે પ્રકારે નથી જ તેમ માને છે. અને તે પ્રમાણે માનનાર કણદદર્શનવાળા અને અક્ષપાદદર્શનવાળા છે.