________________
२२८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
ફસામાન્ય, જેમકે, કાબરચિત્રાં શરીરવિગેરે પિંડમાં ગોત્વનું ભાન થવું તે તિર્યક્ર સામાન્ય.
વિશેષાર્થ-ભિન્નભિન્ન પદાર્થોમાં એકસરખી પરિણતિ તે તિર્યસામાન્ય, જેમકે. ગેમાં ગોત્વ તે દરેક કાબચિત્રી કાળી વિગેરે બધી ગાયોમાં રહેતું હોવાથી તિર્યસામાન્ય છે. તેજપ્રમાણે ઘટમાં ઘટત્વ તે તિર્યક સામાન્ય છે.
એટલું સમજવાની ખાસ જરૂર છે કે ગેમાં ગોત્વ તે સમાનપરિણામ વાચક છે અને તે દરેક વ્યક્તિમાં ભિન્નતાથી રહેતું હોવાથી વ્યકિતની સમાન તેની સંખ્યા છે. પરંતુ જેમ ર્નયાયિકે માને છે તેમ એક અને નિત્ય સામાન્ય નથી.
હવે કઈક એમ શંકા કરે કે દરેક ગામમાં એકાકાર પરિણતિને તમે તિર્યક્ર સામાન્ય કહો છો. તેજપ્રમાણે સ્થાસ કુલ કપાલ વિગેરેમાં પણ માટી વિગેરેની એકાકાર પરિકૃતિ છે તે તેને શામાટે ઉર્ધ્વતા સામાન્ય માની જુદે ભેદ પાડે છે?
આને જવાબ એ હોઈ શકે કે દેશભેદથી જે એકાકાર પ્રતીતિ થાય છે તે તિર્યક્રૂસામાન્ય. અને જે કાળભેદથી એકાકાર પ્રતીતિ થાય છે તે ઉર્ધ્વતા સામાન્ય; આજ તે બેમાં અતર છે. ગાયમાં ગોત્વ તે વ્યકિતઓ જુદી છતાં એકાકારનું ભાન થવામાં કારણ છે. અને સ્થાસ કુશ અને ક્યાળમાં દ્રવ્ય એક છતાં કાળભેદથી એકાકાર પ્રતીતિ થાય છે. સામાન્યના બીજા ભેદનું ઉદાહરણ સહિત સ્વરૂપ
पूर्वापरपारिणामसाधारणं द्रव्यमूर्खतासामान्य कटक कङ्कणाधनुगामिकाबनवत् ॥५॥