________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः २२९ અથ–પૂર્વપરિણામ અને ઉત્તર પરિણામમાં જે સાધારણ દ્રવ્ય તે ઉર્ધ્વતાસામાન્ય. જેમ, કડા અને કંકણમાં એકસરખું અનુસરનારૂં સોનું તે ઉર્ધ્વતા સામાન્ય.
વિશેષાર્થ:--કેઈપણું એક દ્રવ્યમાં પૂર્વ અને ઉત્તર અવસ્થામાં એક સરખું રહેનારું દ્રવ્ય તે ઉર્ધ્વતાસામાન્ય. જેમકે, અમુક માટીમાંથી સ્થા, કુશલકપાળ અને ઘડે વિગેરે અનુક્રમે પરાવર્તન પામે નેતે તે નામે ઉચ્ચારાય, છતાં તે દરેકમાં માટી હોવી જ જોઈએ. ને આ માટી તે ઉર્ધ્વતા સામાન્ય; ને તેજ પ્રમાણે અમુક સેનામાંથી કેડું બનાવીએ તેને વળી ભાગી કંકણ વિગેરે બનાવીએ છતાં તે સર્વમાં એકસરખું રહેનાર સેનું દ્રવ્ય તે હોવું જ જોઈએ અને જે તે ન હોય તો કડું, કંકણું વિગેરેજ ન થઈ શકે. એટલે કંડા કંકણ વિગેરેમાં પણ સેનું એ ઉર્ધ્વતાસામાન્ય છે. અમુક માણસ બાળક હતો તે યુવાન થયો ત્યારપછી વૃદ્ધ બન્યું પરંતુ તે બાળક અવસ્થામાં યુવાવસ્થામાં ને વૃદ્ધાવસ્થામાં માણસ તો જરૂર હતા જ. જે તેને માણસજ ન માનીયે તો તે યુવાન માણસ વિગેરે ઘટી જ ન શકે. આ ત્રણે ઉદાહરણમાં માટી સેનું અને માણસ એ અલ્પ પર્યાયવાળાં છે. અને ઘડે, કંકણ, અને વૃદ્ધ માણસ તે બહુ પર્યાયવાળાં છે. એટલે તેમાં પૂર્વના પર્યાય ઉપરાંત બીજા વિશેષ પર્યાયે પણ દાખલ થાય છે. - આજ રીતે બી પણ વ્યવહારમાં ઘટતાં એક વસ્તુના પૂર્વોત્તરકાળને અનુસરીને થતાં રૂપાન્તરમાં ઉર્થતા સામાન્ય ધટાભ લેવું.