Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 295
________________ २३० प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષના પ્રકાર અને દૃષ્ટાન્ત સહિત સ્વરૂપ – विशेषोऽपि द्विरुपो गुणः पर्यायश्च ॥६॥ गुणः सहभावीधर्मो यथाऽऽत्मनि विज्ञानव्यक्ति રાય િ ૭ | पर्यायस्तुक्रमभावी यथा तत्रैव सुखदुःखादिः ॥८॥ અર્થ–ગુણ અને પર્યાય એ રીતે વિશેષ પણ બે પ્રકારે છે. ૬ દ્રવ્યની સાથે રહેનારે ધર્મ તેને ગુણ કહે છે. જેમકે, આત્મામાં વિજ્ઞાન વ્યકિત અને વિજ્ઞાનશક્તિ વિગેરે હોય છે તે ગુણ છે. ૭ દ્રવ્યમાં કમથી થનારે ધર્મ તે પર્યાય. જેમકે, આત્મામાંજ જે સુખદુઃખ થાય છે તે પર્યાય છે. વિશેષાર્થ–-કેઈપણ મુળ દ્રવ્યમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી થનારાં પરાવર્તને તે વિશેષ. આ વિશેષ ગુણ અને પર્યાય એ બે ભેદે છે. વસ્તુતઃ સર્વ વિશેષને વાચક પર્યાય શબ્દજ છે. છતાં પણ સહવર્તિ વિશેષના વાચક તરીકે ગુણ શબ્દ જાય છે. પદાર્થોમાં બે પ્રકારના ધર્મો હોય છે એક સહભાવી ધર્મો અને એક કમે થનારા ધર્મો. સહભાવિ ધર્મોને ગુણ કહે છે ને કમભાવિ પદાર્થોના ધર્મોને પયોય કહે છે. એટલે એકજ દ્રવ્યમાં બે ત્રણ સાથે જે ધર્મો રહી શકે તે ગુણ. જેમકે આત્મામાં સુખ, યૌવન, જ્ઞાન, મેગ્યતા વિગેરે એકી સાથે સમાન વખતે રહી શકે છે તે ગુણ અને આત્મામાં

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298