________________
२२४
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
પરંતુ આ ત્રણે મતો એકાંતઆગ્રહવાળા અને વ્યવહાર શુન્ય છે.
એકાંત સામાન્યને જ માનનારા પિતાની વસ્તુને આ પ્રમાણે પ્રતિપાદન કરે છે. સામાન્યજ તત્ત્વ છે કારણકે તેથી વિશેષનું ભિન્ન અમને ભાન થતું જ નથી. હવે કદાચ સામાન્યથી જુદું પૃથક્રવ્યવહારમાં કારણભૂત વિશેષ હોય તો તેમાં પણ વિપત્તિ છે કે નહિં? અને જે તે હોય તે વિશે પણ સામાન્ય કહેવાય. કારણકે તે પ્રમાણે દરેક વિશેષમાં વિશેષત્વ રૂપ સામાન્ય આવે, અને જે ન હોય તે વિશેષ સ્વભાવશુન્ય થાય. આથી સામાન્યજ તત્વ છે. તેમજ બીજીવાત એ છે કે પદાર્થમાં રહેલા પૃથક વ્યવહારના કારણભૂત ધર્મને વિશેષ કહે છે. પરંતુ પદાર્થમાત્રનું સ્વરૂપ પિતાના સ્વરૂપને જ જણવનારૂ છે. તો તે બીજાના નિષેધમાં શી રીતે પ્રવતી શકે, હવે જે તે નિષેધમાં પણ પ્રવર્તે છે તે તેણે પિતાના શીવાયના સમગ્ર પદાર્થના નિષેધ કરવામાં પ્રવર્તવું જોઈએ. એમ તેમણે માનવું જોઈએ. અને આ નિષેધતો સર્વ પદાર્થને જાણનાર સર્વજ્ઞજ કરી શકે? માટે નિષેધનું કારણભૂત વિશેષ પદાર્થમાં નથી ઘટતું પરંતુ સામાન્યજ છે.”
હવે એકાંત વિશેષને માનનાર પિતાનું મન્તવ્ય આ પ્રમાણે રજુ કરે છે. “સ્વતંત્ર ક્ષણભંગુર વિશેજ છે તેથી ભિન્ન સામાન્ય જણાતું નથી. કારણકે ગાય વિગેરેના અનુભવ વખતે વર્ણ સંસ્થાન વિગેરેને છોડીને બીજું એવું કેઈ પણ પૂર્વ અને ઉત્તર પરિણામમાં વર્તનારૂં તત્વ જણાતું નથી. તેમજ સામાન્ય માનનારને અમે પુછીએ છીએ કે તમે જે સામાન્ય