________________
THખનપજાજો . રર માને છે, તે એક છે કે અનેક? જે એક છે તે સર્વગત છે કે અસર્વગત છે? એક છે. અને સર્વગત છે તે જેમ ગે– ગોવ્યક્તિઓમાં રહે છે તેમ તે ત્વ સામાન્ય કેમ ઘટ પટ વિગેરે સર્વવ્યક્તિમાં ન રહેવું જોઈએ? કારણકે તે એક ને સર્વગત છે. હવે જે અસર્વગત છે તે તો વિશેષજ સિદ્ધ થશે.
હવે જે અનેક છે અને તે ગોત્વ, અશ્વત્વ વિગેરે દવાળું છે તે તે વિશેષજ કહેવાશે. તેમજ સામાન્ય માત્ર માનવાથી અર્થક્રિયામણું નહિં ઘટી શકે?”
હવે તીજો પક્ષ સામાન્ય અને વિશેષને પૃથક તરીકે સ્વીકારનાર છે. અને તે આ પ્રમાણે માને છે. “સામાન્ય અને વિશેષ અત્યન્ત ભિન્ન છે. કારણકે તે વિરુદ્ધ ધર્મવાળાં છે. જેમકે સામાન્ય તે ગોત્વ વિગેરે છે. અને વિશેષ તે શબલશાખાય છે. તે બન્ને વિરુદ્ધધર્મવાળાં હોવાથી કોઈપણ રીતે શકય ન પામી શકે. ”
આ ઉપરના ત્રણે પક્ષો વાસ્તવિક રીતે સાચા ઠરતા નથી. કારણકે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક ઉભયરૂપ છે. તેમજ પદાર્થનું લક્ષણ અર્થ ક્રિયાકારી છે. અને તે અકિયાકારી લક્ષણ એકાન્તવાદમાં નથી ઘટી શકતું.જેમ ગાય એ કહેતાં ને તેનું ભાન કરતાં ખરી, ગળે ગોદડી, શિંગડાં વિગેરે વસ્તુસ્વરૂપ “સામાન્ય” સર્વ ગાય વ્યકિતમાં અનુસરનારું જણાય છે. અને તેમાંજ મહિષ વિગેરેથી વ્યાવૃત્તિપણુ જણચજ છે. તેમજ “કાબર ચિત્રી ગાય” આમાં ગોત્વ એ સામાન્ય અને કાબર ચિત્રી એ વિશેષ બોધ હે જે થાય છે.
૧૫