________________
૨૦૪ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
તેને શામાટે જુદા જુદા સ્વીકારવા પડે છે. તે આને ઉત્તર આપતાં આચાર્ય મહારાજ જણાવે છે કે સંબંધમાં અભેદની પ્રાધાન્યતા અને ભેદને ગાણુભાવ છે. અને સંસર્ગમાં ભેદની પ્રાધાન્યતા અને અભેદની ઐણતા છે. ઉપકાર--“ચચેવ વવાણિવતુ” આવા જ્ઞાનની અંદર અસ્તિત્વ પ્રકાર યાવિશેષણ છે. અને “જીવ” એ વિશેષ્ય છે. આ જ્ઞાન કરવામાં અસ્તિત્વને જેમ જીવ પ્રત્યે ઉપકાર છે તેમ બીજા ધર્માને પણ જીવ પ્રત્યે ઉપકાર
છે. આ રીતે ઉપકારને અનુસરીને અભેદ છે. ૬ ગુણદેશ–-જીવ વિગેરેની અંદર જે દેશને અનુસરીને
અસ્તિત્વ વિગેરે ધર્મો રહ્યા હોય છે તેજ દેશને અનુસરીને બીજા પણ ધર્મો એકી સાથે રહેલા હોય છે. પરંતુ કંઠમાં અસ્તિત્વ અને અધોભાગમાં બીજા ધર્મ એમ હેતું નથી. માટે ગુણદેશને લઈને પણ આ રીતે અભેદ
વૃત્તિ ઘટે છે. ૭ અર્થ–જે જીવમાં અસ્તિત્વને આધાર છે તેજ જીવમાં
બીજા પણ અનન્ત ધર્મોને આધાર હોય છે. આ રીતે અનન્ત ધર્મોનું અર્થને લઈને એકજ અર્થ આધા
રભૂત હોવાથી અભેદવૃત્તિ છે. ૮ શબ્દ–જેમ જીવના અસ્તિધર્મને અસ્તિશબ્દ
જણાવે છે. તેમ તે અસ્તિશબ્દ બીજા જીવના અનંત ધર્મોને પણ વાચરૂપે જણાવે છે. માટે શબ્દને અનુસરીને અભેદવૃત્તિ છે.