________________
२०२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ' વિશેષાર્થ –પ્રત્યક્ષ અને પક્ષ પ્રમાણદ્વારા જાણેલ અનેક ધર્માત્મક વસ્તુનું, ધર્મ અને ધમીની અભેદભાવની પ્રધાનતાથી, અથવા અભેદભાવના ઉપચારથી, એકસાથે પ્રતિપાદન કરનાર વચન તે સકલાદેશ.
પ્રમાણસિદ્ધ અનન્ત ધર્મવાળી વસ્તુના કેઈ એક ધર્મને ભેદવૃત્તિ કે ભેદઉપચારથી કમેકરીને પ્રતિપાદન કરનાર વચન તે વિકલાદેશ.
તેજ પ્રમાણે જ્યારે અસ્તિત્વાદિ ધર્મોની કાળ વિગેરે સાથે અભેદવિવેક્ષા હોય ત્યારે તે અસ્તિત્વાધિરૂપ એક શબ્દ વડે સત્ત્વાદિરૂપ એકધર્મને જણાવતા છતાં તદ્દરૂપ અનેક ધર્મને પ્રતિપાદન કરે તેને પૈગપદ્ય કહેવામાં આવે છે. - જ્યારે અસ્તિત્વાદિ ધર્મોની કાલવિગેરેની સાથે ભેદ વિવક્ષા હોય ત્યારે તે અસ્તિત્વાદ્ધિ શબ્દ નાસ્તિત્વ વિગેરે અનેક ધર્મને પ્રતિપાદન નહિ કરી શકતો હેવાથી તેને કેમ કહે છે.
દ્રવ્યને દ્રવ્ય શબ્દદ્વારા જણાવવામાં આવે તે તે અભેદવૃત્તિ છે. કારણકે દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વરૂપથી અભેદ છે. ઘટ અને મનુષ્ય વિગેરેમાં દ્રવ્ય ઘટાવવામાં આવે તે તે અભેદપચાર છે. - આ એભેદવૃત્તિ અને અભેદેપચાર કાલવિગેરે દ્વારા આઠપ્રકારે થાય છે. તે આ પ્રમાણે. ૧ કાલ. ૨ આત્મસ્વરૂપ. ૩ સબંધ, ૪ સંસર્ગ. ૫ ઉપકાર. ૬ ગુણદેશ. ૭ અર્થ અને ૮ શબ્દ.