________________
२०० प्रमाणनयतत्त्वालोकालङ्कारः થાય. તેથી તે ખુલાસા માટે ઉપરોક્ત સૂત્રે ઉપયુકત છે. કેઈપણ એક ધર્મવિષયક માણસ પ્રશ્નો પુછી શકે તે સાત જ પ્રકારે પુછી શકે તેમ છે. હવે તે પ્રશ્નો પુછીને તે જવાબદ્વારા માણસની ઈચ્છા પિતાની જિજ્ઞાસા સંતોષવાની હોય છે. એટલે પ્રશ્નો પૂછયા પહેલાં માણસને અમુક વસ્તુનું કે અમુક ધર્મનું શું સ્વરૂપ છે તે જાણવાની ઈચ્છા થાય છે. અને ત્યારબાદ તેને પિતાની મેળે પિતાને સંતોષ ન થવાથી સામાને સાત પ્રશ્ન પુછે છે અને વસ્તુ સ્વરૂપ જાણે છે. હવે માણસને સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા પણ ત્યારેજ થાય કે પિતાને કેઈપણ વસ્તુમાં સંશય પડે. અને તે સાત સંશય પણ ભિન્ન ચિત્ર સાત સંદેહના ધર્મો ને અનુસરીને સાત પ્રકારે જ થાય છે.
એટલે પ્રથમ સંદેહના વિષયભૂત સાતધર્મોને અનુસરીને સાતજ સંદેહ થાય. ત્યારબાદ તે સંદેહને દૂરકરવા વસ્તુને જાણવાની જિજ્ઞાસા થાય. અને ત્યારબાદ તે જિજ્ઞાસાને દૂર કરવા માટે સાત પ્રશ્નો સામા માણસને પૂછવામાં આવે છે. જેમકે, પદાર્થ છે? નથી? કે અવકતવ્ય છે? હવે તેના જવાબરૂપે જે સાત વાકય ઉચ્ચારવામાં આવે તેજ સપ્તભંગી.
સપ્તભંગીમાં મૂખ્ય અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય છે. પરંતુ તે ત્રણના મિશ્રણથી સ્વતંત્ર જુદાજ અર્થને પ્રતિપાદન કરનાર કુલ સાત વિકલ્પ થાય છે. આ સિવાય આમાં ગમે તેટલાં પરિવર્તને કરવામાં આવે તો પણ સાત ભંગ સિવાય કેઈપણ જાતનું વિશેષ પ્રતિપાદન થતું નથી.