Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 280
________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ૨૨૧ ભંગીમાં ઘડીક અતિ અને ઘડીક નાસ્તિરૂપ વિરુદ્ધ ધર્મોને અચેસ રીતે જ્ઞાન સ્પર્શે છે. માટે સંશયવાળી આ સમભંગીને કેણુ બુદ્ધિશાળી સ્વીકાર કરે ? ઉત્તર--આ સમભંગી કે અનેકાંતવાદ સંશય રૂપ નથી. કારણકે સંશયમાત્રમાં સામાન્ય ધર્મોનું પ્રત્યક્ષ હોય છે. અને વિશેષ ધર્મો અપ્રત્યક્ષ હોય છે. દાખલા તરીકે, “આ ઠુંઠું છે કે પુરુષ છે” આ જ્ઞાન સંશયવાળું છે. આમાં સરખી ઉંચાઈને પોલાણ વિગેરે સામાન્ય ધર્મોનું પ્રત્યક્ષ છે. પરંતુ પક્ષીઓના માળા હોવા વિગેરે વૃક્ષના, અને હાથ, પગ, મનુષ્યાકૃતિ વિગેરે મનુષ્યના વિશેષ ધર્મોનું અપ્રત્યક્ષ છે. પરંતુ સંશયકોટિભૂત બનેના વિશેષ ધર્મોનું તેને સ્મરણ તે હોય જ છે. પણ પ્રકૃત સપ્તભંગીમાં સંશયનું તે લક્ષણ ઘટતું નથી. કારણકે સપ્તભંગીમાં સામાન્ય ધર્મ ઉપલબ્ધ છે તેજ પ્રમાણે સ્વરૂપ અને પરરૂપાદિ વિશેષ ધર્મો પણ ઉપલબ્ધ હોય છે. અસ્તિ છે કે નાસ્તિ છે. તે સંશય છે. પરંતુ અતિ છે અને નાસ્તિ પણ છે તે સંશય નથી. પરંતુ નિશ્ચતજ્ઞાન છે. આરીતે આ સપ્તભંગી નિશ્ચિતજ્ઞાનવાળી હવાથી સંશય દેષયુક્ત નથી. ૭ અપતિપત્તિ–આ રીતે સમભંગીમાં ઉપરોક્ત દોષ લાગવાથી તે સપ્તભંગીના સંશયદ્વારા સપ્તભંગીથી વસ્તુની પ્રતિપત્તિ થતી નથી. માટે કરીને સપ્તભંગી અપ્રતિપત્તિ દેવવાળી હોવાથી અનાદરણીય બને છે. -

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298