________________
२१४ प्रमाणनयतत्त्वालोकालङ्कारः
૪ સંકર-ભિન્ન ભિન્ન વસ્તુઓનું એકી સાથે રહેવું તેને શંકર દેષ કહે છે. તમે માનેલ સપ્તભંગીમાં આ અસ્તિ અને નાસ્તિ ભિન્નભિન્ન સ્વરૂપવાળાં હોવા છતાં તમારા માનવા પ્રમાણે એક જગ્યાએ એકીસાથે રહે છે. અને તે બને એકી સાથે રહેવાથી જે રૂપથી “અસ્તિ” છે તે રૂપથી
નાસ્તિ” પણ રહેશે. અને તેમ થવાથી આ સપ્તભંગી સંકર દોષ યુક્ત થશે.
ઉત્તર––જે જેનેતરે અસ્તિ અને નાસ્તિને એકરૂપે એકીસાથે સપ્તભંગીમાં પ્રાપ્તમાની આ દેષને સપ્તભંગીમાં જણાવે છે તેજ ભૂલ છે. કારણકે જેને કેઈપણ રીતે એક રૂપે અસ્તિ નાસ્તિ માનતા નથી. પરંતુ સ્વરૂપ ચતુષ્ટયથી અતિ અને પરરૂપ ચતુષ્ટયથી નાસ્તિ પદાર્થમાં માને છે. અને તે બન્ને પદાર્થમાં અવિરુદ્ધ સિદ્ધ થાય છે. માટે આ શંકર દેષ કોઈપણ રીતે સપ્તભંગીમાં લાગી શકતા નથી.
૫ વ્યતિકર--પરસ્પર વિષયના જવાને વ્યતિકર કહે છે. જે રૂપથી સત્ત્વ હોય તે રૂપથી અસત્વ હોય અને જે રૂપથી અસત્વ હોય તે રૂપથી સત્વ હેય આવા વ્યતિકર દેષયુક્ત તમારી સમભંગી હોવાથી અનાદરણીય છે.
ઉત્તર––અમે કઈ કાળે એક રૂપે સત્ય અને અસત્વ માનતા નથી. અમારે ત્યાં તો અસ્તિને નાસ્તિ કહેવારૂપ અને નાસ્તિને અતિ કહેવારૂપ વિષયની ફેરબદલી થતી નથી. પરંતુ સ્વસ્વરૂપ અને પરસ્વરૂપને કેન્દ્રમાં રાખીને જ અસ્તિ નાસ્તિ કહેવામાં આવે છે. માટે સપ્તભંગીમાં વ્યતિકર દેષ નથી.
સંશય-વિરુદ્ધ ધર્મોને અક્કસ રીતે સ્પર્શનારા જ્ઞાનને સંશય કહે છે. તેજપ્રમાણે તમારી માનેલી સપ્ત.