________________
२०८
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
સપ્તભંગી વિષયક ઉદાહરણ:–મણીલાલ વિષે સપ્તભંગી ઘટાવવી હોય તો પ્રથમ સાતધર્મોને અનુસરીને મણીલાલ છે, નથી, કે અવાચ્ય છે વિગેરે સાત સંદેહ થાય, અને ત્યારબાદ મણીલાલનું છે “નથી” વિગેરેમાંનું શું સ્વરૂપ છે તે જાણવા માટે સંદેહને અનુસરીને સાત જિજ્ઞાસાઓ થાય. અને પછી તે જિજ્ઞાસાઓના જવાબ મેળવવા માટે સાત પ્રશ્ન પૂછવામાં આવે છે, અને તેમાં પહેલો પ્રશ્ન એ પુછવામાં આવે છે કે મણીલાલ છે? ત્યારે તેના જવાબમાં કહેવામાં આવે છે ચાચેવ મહાઈઃ આ પ્રમાણે બીજા પણ પ્રશ્નો પૂછી स्यादनास्त्येव मणीलालः,स्यादस्त्येवस्याद्नास्त्येव मणीलालः, स्यादवक्तव्यमेव मणीलालः, स्यादस्त्येव स्यादवक्तव्यमेव मणीलालः, स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव मणीलालः, स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव मणीलालम्माः સાત જવાબરૂપ સાત વાક્ય સંદેહ ટાળવા માટે બોલવામાં આવે છે ને તેને જ સપ્તભંગી માનવામાં આવે છે.
'स्यादस्त्येव मणीलाल:' 'स्यादन्नास्त्येव मणीलाल
આ બે વાક્યમાં પ્રથમમાં મણીલાલ મણીલાલના સ્વરૂપે છે. પરંતુ માણેકલાલ વિગેરેના રૂપે નથી. અથવા સ્વદ્રવ્ય ચેતન્યરૂપે મણીલાલમાં સત્ત્વ છે અને પરદ્રવ્ય પુદ્ગલ વિગેરેપણાએ કરીને મણીલાલમાં અસત્ત્વ છે.
હવે ક્ષેત્રની દષ્ટિએ વિચાર કરીએ તે પણ મણીલાલના આત્મપ્રદેશથી અધિષ્ઠિત આકાશપ્રદેશ તે સ્વક્ષેત્ર અને તે સ્વક્ષેત્રથી મણીલાલમાં સત્વ અને પરિક્ષેત્રથી અસત્ત્વ છે.