________________
»
प्रमाणनयतत्वालोकालङ्कारः २०५. આ સકલાદેશમાં અભેદવૃત્તિ પર્યાપર્થિક નયની ગૌણ– તાએ અને દ્રવ્યાર્થિક નયની મુખ્યતાઓ હોય છે. અને ભેદવૃત્તિ દ્રવ્યાર્થિક નયની ગૌણતાએ અને પર્યાયાર્થિક નયની મુખ્યતાઓ હોય છે. હવે આ ભેદવૃત્તિને અનુસરીને પણ પૂર્વની પેઠે કાલવિગેરે દ્વારા આઠ પ્રકારે પડે છે. તે જણાવે છે. ૧ કાળી–એકજ પદાર્થમાં પરસ્પર જુદા જુદા ધર્મોનો
એકજ વખતે સંભવ હેતે નથી. કારણકે પર્યાયાર્થિકનયની મુખ્યતાએ તે સમયે સમયે પદાર્થના પર્યાયે બદલાય છે. અને તે પર્યાના બદલાવાથી પર્યાયવાળો ધમ તે પણ બદલાય છે. તેમજ એક કાળમાં એક પદાર્થમાં જેટલા ધર્મોને આશ્રય હેયતે પ્રત્યેક ધર્મોને ભિન્ન ભિન્ન આશ્રયવાળે ધમ પયયાર્થિક નયના મતે.
સ્વીકારવો જોઈએ. અને જ્યારે આરીતે ધર્મભેદે ધમીમાં ભેદ માનનાર પર્યાયાર્થિકનયના મતે અભેદ કઈજ રીતે ઘટી શકે? માટે ભેદવૃત્તિ માનવી જોઈએ.
આત્મસ્વરૂ૫––આ આત્મસ્વરૂપને વિચાર કરીએ તો પણ પર્યાયાર્થિકનયના મતે ધર્મોની પદાર્થમાં અભેદવૃત્તિ ઘટી શકતી નથી. કારણકે દરેક ગુણનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોય છે, અને તેમ હોવાથી ધમીમાં ભિન્ન ભિન્ન રૂપાન્તર થાય છે. અને જે દરેક ગુણેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ન માનીએ તે જુદા જુદા ગુણેને વિભાગ પાડી શકાય નહિં. પરંતુ ભિન્ન ભિન્ન સ્વરૂપને