________________
१९८ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ભંગીને પ્રસંગ પ્રાપ્ત થશે અને તેથી આ સપ્તભંગી અસંગતજ છે. એમ મનમાં જરાપણ વિચારવું નહિં. સપ્તભંગીસંગત નથી તે માન્યતાના પ્રતિષેધને હેતુ–
विधिनिषेधप्रकारापेक्षया पतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव संभवात् ॥ ३८ ॥
અર્થ–એકજ વસ્તુને વિષે રહેલા દરેક પયયને આશ્રયિને વિધિ અને નિષેધના પ્રકારની અપેક્ષાએ અનંતી પણ સપ્તભંગીઓ જ સંભવી શકે છે.
વિશેષાર્થ – દરેક પદાર્થ માત્રમાં અનન્ત ધર્મ છે. ને આ અનન્તધર્મ વચ્ચે છે. તે તેના વાચક પણ અનન્તા હોવા જોઈએ. જેટલા વાચક શબ્દ તેટલા ભંગ. તે રીતે અનંત ભંગી છે પણ સહભંગી નથી. તે શંકા અગ્ય છે.
કારણકે વસ્તુને અનંત ધર્મો પૈકીના એકેક ધર્મને આશ્રયિને સ્વરૂપે કરીને સત્ત્વ અને પરરૂપે અસત્ત્વ વિગેરે માની અનતે ધર્મની અનન્ત સપ્તભંગી ઘટી શકે છે. તેથી સપ્તભંગીમાં કઈ જાતને વાંધો નથી આવતું.
જેમકે, એકજ મનુષ્યમાં ચેતન્યધર્મ, મનુષ્યત્વ, જીવત્વ વિગેરે અનંત ધર્મોની વિધિ અને પ્રતિષેધની વ્યસ્ત અને સમસ્તની કલ્પનાથી અનન્ત સપ્તભંગી થાય છે. આથી એમ ન માની બેસવું જોઈએ કે જેટલા ધર્મ છે તેટલાજ તેના વાચક શબ્દ તે ભંગ છે. અને તે ભંગ ધર્મો અને તહેવાથી અનંત છે. પરંતુ વસ્તુત: વસ્તુમાં જેટલા ધર્મ હોય તે દરેકના સાત સાત વિકલ્પ બને છે. એટલે અનન્ત સપ્તભંગી બને. પણ અનંતભંગી નહિ.