________________
૨૮૮
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
સપ્તભંગીના સાતમા ભંગનું નિરૂપણ. स्यादस्त्येव,स्यान्नास्त्येव,स्यादवक्तव्यमेव' इति क्रमतो विधि निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ॥२१॥
અર્થ–સર્વ વસ્તુ કથંચિત છે જ, કથંચિત નથી જ, કથંચિત્ અવકતવ્ય જ છે. આ પ્રમાણે કર્મ કરીને વિધિનિષેધની કલ્પના વડે અને એકી સાથે એકકાળમાં વિધિ અને નિષેધની કલ્પનાવડે આ સાતમે ભાગે થાય છે. - વિષેશાર્થ–પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અસ્તિત્વ અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કમે કરીને નાસ્તિત્વ હોય ત્યારે એક કાળમાં એક વખતે અસ્તિત્વ અને નાસ્તિત્વ કહેવું અશકય બને છે. તેથી આ સાતમે ભંગ થાય છે.
અનંત ધર્મવાળી વસ્તુના સ્વરૂપે કરીને સર્વ ધર્મને, અને પરરૂપે કરીને અસત્વધર્મને કેમ કરીને પ્રતિપાદન કરવાની ઈચ્છા હોય, ને તે જ વખતે બંને ધર્મની પ્રધાનપણુએ પ્રતિપાદન કરવાની ઈચ્છા હોય ત્યારે આ સાતમે ભંગ બને છે.
અથવા વસ્તુને એક અંશ સ્વરૂપથી વિવક્ષિત હોય ત્યારે સત્વ, અને બીજો અંશ પરરૂપથી વિવક્ષિત હોય ત્યારે અસવ, અને ત્રીજો અંશ સવાસવન એકી વખતે પ્રાધાનતાએ વિવક્ષિત હોય ત્યારે ક્રમથી સંસ્વાસત્વ અને અવાચ્યુંરૂપ સાતે ભંગ થાર્ય છે.