________________
१९०
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
અર્થ–-શબ્દ ગૌણપણે નિષેધને કહે છે તે પક્ષ પણ વ્યાજબી નથી. ૨૪
કારણકે કેઈક સ્થળે, કઈકવાર, કથંચિત્ પ્રધાનપણે નહિ સમજાયેલા નિષેધનું ગૌણપણું ઘટી શકતું નથી.
વિશેષાર્થ-કેઈપણ શબ્દ માત્ર એકાંતે વિધિને પ્રતિપાદન કરતું નથી. કારણકે દરેકની વિધિનું ભાન પણ તે સિવાયના બીજા પદાર્થોના નિષેધનું ભાન થયા શિવાય થતું નથી. જેમકે, “ઘડે આ શબ્દ કહેતાં ઘડે છે તે ભાન સાથે બીજા નથી તે ભાન પણ હેજે થાય છે.
હવે કદાચ એમ કહેવામાં આવે કે દરેક શબ્દ વિધિને મુખ્યપણેજ પ્રતિપાદન કરે છે.અને નિષેધને ગણપણેજ પ્રતિપાદન કરે છે તે તે એકાંત પક્ષ પણ બરાબર નથી. કારણકે કેઈપણ પદાર્થના મુખ્યનું ભાન થયા સિવાય તે પદાર્થના ગૌણનું ભાન થતું નથી. જેમકે, ઘડો છે. આ કહેતાં ગણપણે લુગડું વિગેરે બીજા પદાર્થો નથી ને મૂખ્ય પણે ઘડે છે તે ભાન થાય છે તેમાં પણ લુગડા વિગેરે પદાર્થોને મૂખ્ય નિષેધ કેઈપણ ઠેકાણે અને ક્યારે પણ ન થયો હોય તે તેને અહિં ગણ નિષેધ પણ સંભવી શક્તા નથી. માટે વિધિપ્રધાન જ અથવા નિષેધગાણુ અને મુખ્ય વિધિપ્રધાન એ બન્ને પક્ષો પણ એકાંત પણે વ્યાજબી નથી.
આ સપ્તભંગી શબ્દના સાત ધર્મરૂપ છે, એટલે શબ્દ સાતરીતે અર્થને પ્રતિપાદન જુદી જુદી રીતે કરી શકે છે.