________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
૨૭
જુસૂત્ર નયની અપેક્ષાએ વર્તમાન ઘડે ને ઘડાનું સ્વરૂપ છે અને અતીત અનાગત ઘડો તે ઘડાનું પરરૂપ છે. આ નયકૃત સ્વરૂપ પરરૂપ છે.
ઘડાને પિતાને પૃથુબુદ્ધ આકાર તે સ્વરૂપ અને પર -આકાર તે પરરૂપ. તે સ્વરૂપની વિવક્ષાએમાં સત્ત્વ અને પરરૂપની વિવક્ષાએ અસત્ત્વ તે પદાર્થમાં માનવામાં આવે છે.
સ્પર્શ, રસ, ગંધને વર્ણ યુક્ત જે ઘટ ચક્ષુથી ગ્રહણ થાય છે તેમાં રૂપદ્વારા ગ્રહણથવું તે ઘડાનું સ્વરૂપ ને રસ વિગેરે તે પરરૂપ છે. ને તે સ્વરૂપથી સત્ત્વ છે.ને પરરૂપથી અસત્ત્વ છે.
સમઢિ નયમાં પર્યાયવાચક શબ્દમાં પણ અર્થભેદ માનવામાં આવે છે. તે રીતે પણ સ્વરૂપ અને પરરૂપ ઘટી શકે છે. ઘડામાં જલાધારણ ક્રિયામાં સમર્થ તે ઘટ અને વકતા આદિ ગુણવાળે તે કુટ. આમાં જે પ્રમાણે શબ્દ પ્રયોગ તે પ્રમાણે અર્થક્રિયા થતી હોય તે પદાર્થનું તે સ્વરૂપ છે અને બીજું તે પદાર્થનું પરરૂપ છે. અને તે સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપથી અસત્ત્વ માનવામાં આવે છે.
આરીતે ભિન્ન ભિન્ન અપેક્ષા ભેદોથી સ્વરૂપ અને પરરૂપ હોય છે. અને તે સ્વરૂપ અને પરરૂપને અનુસરીને સત્ત્વ અને અસત્વ માનવામાં આવે છે.
અને આજપ્રમાણે ઉપરોક્ત સ્વદ્રવ્ય ચતુષ્ટયથી સત્ત્વ માનવું - અને પરદ્રવ્ય ચતુષ્ટયથી પરરૂપ માની અસત્ત્વ માનવું જોઈએ.