________________
minun
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १७९ આજ રીતે કથંચિત્ સત્વ, અને કથંચિત્ અસત્વ તે બેની અપેક્ષાએ કુમાર્ષિત ઉભયને પૃથક્ તરીકે આપણે જરૂર સ્વીકારવો જોઈએ. - કમથી અર્પિત સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયથી સત્વના આશ્રચિભૂત અને પરદ્રવ્યાદિ ચતુષ્ટયથી અસત્ત્વના આશ્રયભૂત ઘટ છે. એ આ તીજાભંગને અર્થ છે.
આમાં અનન્ત ધર્મવાળી વસ્તુઓ વિશેષ્ય છે. અને ક્રમાપિત વિધિ પ્રતિષેધ એ વિશેષણ છે. સપ્તભંગીને ચેાથો ભંગ. ' 'स्यादवक्तव्यमेव ' इति युगपद्विधिनिषेधकल्पनया તુ મંગ૧૮ /
અર્થ:–“સર્વ વસ્તુ કથંચિત્ અવક્તવ્યજ છે.” એમ એકીસાથે વિધિ અને નિષેધની કલ્પનાથી ચેાથે ભંગ થાય છે. ' વિશેષાર્થ કોઈપણ શબ્દ એકી વખતે સર્વ અને અસત્વ બનેને પ્રધાનપણે પ્રતિપાદન નથી કરી શકતે. કારણકે બન્નેને પ્રધાનતાએ પ્રતિપાદન કરવાની શબ્દશક્તિ નથી. અતિ શબ્દ સર્વનેજ પ્રતિપાદન કરે છે. પરંતુ સત્વ અને અસત્ત્વ બન્નેને પ્રધાનપણે પ્રતિપાદન કરવાનું તેનામાં સામર્થ્ય નથી. અને જે પ્રધાનતાએ બન્નેને પ્રતિપાદન કરવાનું તેનું સામર્થ્ય માનવામાં આવે તે રાતિ શબ્દથી જે બાધ થવું જોઈએ તે પણ રિત શબ્દદ્વારા થઈ જાય. પરંતુ આમતે બનતું જ નથી.