________________
प्रमाणनयतत्वालोकालङ्कारः
१८३
થઈ જાય છે. કારણકે દ્વન્દ સમાસમાં અને પ્રધાનપદનેજ સમાસ થાય છે. પરંતુ તે શંકા પણ વ્યાજબી નથી. કારણકે દ્વન્દ્રમાં પણ ક્રમથી બે અર્થને બોધ થાય છે. અને તેમાં પણ મુખ્ય અને ગાણ અથે જરૂર હોય છે. કારણકે કેટલાક શબ્દો પ્રથમનિપાત કરવાના હોય છે તે આ પ્રકારની મૂખ્યતાને લઈને જ હોય છે.
વસ્તુનું કેવળ સત્ત્વ જ સ્વરૂપ નથી. કારણકે પરરૂપથી અસત્વ પણ પૃથક્ષણે ગોચર થાય છે. અને જે તેમ ન માનવામાં આવે તે ઘટનું સ્વરૂપ જલાધારણ ક્રિયા છે તે જ્યાં હાય ત્યાં ઘટનું સત્વ માનીએ છીએ તે પ્રમાણે ઘટમાં પટની આચ્છાદન ક્રિયા થવી જોઈએ. કારણકે ઉપરોક્ત નિયમને અનુસરીએ અને સત્વ જ માનીએ તે ઘટમાં તમામ પદાર્થોનું સત્વ માનવું પડે. પણ તે પ્રમાણે તે વ્યવહાર થતો નથી.
તેજપ્રમાણે કેવળ પરરૂપે અસત્વ પણ પદાર્થનું સ્વરૂપ નથી, પરંતુ સત્વ અને અસત્વ અને પૃથક્ સ્વરૂપ છે.
આ પૃથક્ પૃથક સત્વ અને અસત્ત્વની અપેક્ષાથી ક્રમાપિત સત્તાસત્ત્વ ભિન્ન છે. તેનું પણ આપણે વિવેચન કરી ગયા છીએ.
હવે આ સત્તાસત્ત્વથી વિલક્ષણ પણ વસ્તુનું સ્વરૂપ માનવું જોઈએ. જેમ કે બદામ ભાંગ, સાકર વરીયાળી વિગેરે અનેક વસ્તુઓના સમુદાયથી જે ભાંગ-ઠંડાઈ બનાવવામાં આવે છે. તે સર્વ વસ્તુથી વિલક્ષણ કહેવાય છે. કારણકે તે ઠંડાઈમાં સર્વ વસ્તુઓ છતાં તેથી વિલક્ષણ જાત્યન્તર ભાંગ