________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१८१
અનેકના વાચક તરીકે માનવામાં આવે છે. પરંતુ સદશતાને લઈને આપણે તેને અનેક છતાં સ્થલ બુદ્ધિથી એક માનીએ છીએ. જેમ સમઢિ નયના મતે શબ્દભેદથી અર્થભેદ માનવામાં આવે છે. તેવી રીતે અહિ પણ અર્થના ભેદથી ગે વિગેરે એક લાગતા શબ્દમાં પણ શબ્દભેદ જરૂર માનવે જોઈએ.
અને જો તેમ ન માનીએતે બે શબ્દથી વાચ ગાય, કિરણ, સ્વર્ગ વિગેરેમાં અર્થભેદ માની દરેકને માટે જુદા જુદા બીજા અનેક શબ્દ વાપરવા પડે છે. તે વ્યવસ્થા પણ નહિંતર નિરર્થક થવી જોઈએ. પરંતુ તેમ તે થતું નથી.
બીજી એક શંકા એ ઉપસ્થિત કરવામાં આવે છે, કે સત્વ અને અસત્વને પ્રધાનપણાએ એક કાળમાં બાધક કઈ અતિ કે નાસ્તિ શબ્દને સંકિતિત શબ્દ તરીકે ઉપયોગ કરવામાં આવે, તો અવથ શબ્દ વાપરવાની ખાસ આવશ્યકતા રહેતી નથી. ઉદાહરણતરીકે શતૃ અને શાનચ પ્રત્યયને બાધક સંજ્ઞાવાચક વન ને ઉપયોગ કરીએ છીએ અને સૂર્ય અને ચંદ્રના બેધક તરીકે પુષ્પદન્તને રાખીએ છીએ, તેમ અહિં પણ બને ધર્મને એકી સાથે વાચકતરીકે કઈ પણ શબ્દસંકેત રાખવામાં આવે તો અવકતવ્ય શબ્દ વાપરવાની મુશ્કેલી મટી જાય.
ઉપલકરીતે ઠીક લાગતી પણ આ વસ્તુ વિચારતાં સાચી ઠરતી નથી. કારણકે શબ્દમાત્રની પ્રવૃત્તિ કેવળ સંકેતને અનુસરતી નથી પરંતુ તે વાચવાચક રૂ૫ શબ્દની શક્તિને પણ અનુસરે છે. આ સકેતિત શબ્દ પણ શબ્દ હેવાથી વાસ્થવૃશ્ચિક શક્તિને ઉલ્લંઘન કરી શકે નહિ. કારણકે દરેક પદાર્થ શક્તિને અનુસરીને જ પ્રવૃતિ કરે છે, જેમકે, હું