________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
१६७
પરંતુ ઉપરાક્ત શંકા અયુક્ત છે, કારણકે સ્યાદ્ શબ્દ અનેકાન્ત ધર્મોને પ્રતિપાદન કરનાર છે અને તેમાં અસ્તિસ્વરૂપ ધર્મોના આધ થાય છેતે સત્ય છે. છતાં તે સામાન્ય પણે થાય છે માટેજ તેના વિશેષ ખાધને માટે અસ્તિ શખ્સની સાર્થકતા ઉભીજ રહે છે.
તેમજ શબ્દમાત્ર અ ના સામાન્ય એધ કરે છે પરંતુ વિશેષ એષ માટે વિશેષ શબ્દની જરૂર રહે છે. માટેજ અહિં પણ વિશેષ એશ્વ માટે અસ્તિ શબ્દ આવશ્યક છે. દાખલાતરીકે ‘વૃક્ષ’ આ શબ્દ તમામ સામાન્યપણે વૃક્ષ જાતિને પ્રતિપાદન કરનાર છે પરંતુ તેના વિશેષ પ્રતિપાદન માટે તેની આગળ * પુનસ ' શબ્દ મુકીએતા જ પનસનું ઝાડ એ પ્રમાણે બધ થશે. આરીતે આ સ્યાદ્ શબ્દના વાચક પક્ષ છે.
સ્યાદ્ શબ્દ દ્યોતક પણ છે. આ દ્યોતકપક્ષમાં સ્યાદ્ શજૂના કાંઈ નવીન અર્થ નથી. પરંતુ અનેક ધર્માત્મક જે પદાર્થ અસ્તિ વિગેરે ધમથી પ્રતિપાદન કરવામાં આવે છે. તે પદાર્થ ને આ સ્યાદ્ શબ્દ અનેક ધર્માત્મક છે તે પ્રમાણે શબ્દથી પ્રકાશિત કરે છે. અને જો તેમ ન માનવામાં આવતા અનેકાન્તવાદ સિદ્ધ થવા મુશ્કેલ બને.
જેએ સ્યાદ્વાદનું પુરેપુરૂ સ્વરૂપ ખરાખર જાણે છે તેઓને સ્યાદ્ શબ્દની દરેક ભંગ આગળ મુકવાની જરૂર રહેતી નથી. કારણકે તે પદાર્થ સાથે પોતાની મેળેજ સ્યાદ્ શબ્દ સમજી લેશે. બાકીનાઓ જે તેથી અન્ન છે તેઆને માટેતા સ્પષ્ટ સમજવા ખાતર સ્યાદ્ શબ્દ ખાસ આવશ્યક છે. આ રીતે આ સસભંગી કોઈપણ પદાર્થ કે ધર્મવિષયકના સચાટ જ્ઞાનમાં જરૂરને જરૂર આવશ્યક છે.