________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १६५ હવે આ પરાર્થાધિગમ પ્રમાણુધિગમ અને નયાધિગમે તે રીતે બે પ્રકારે થાય છે. આ બેમાં જે વાક્ય દ્વારા પદાર્થની સંપૂર્ણરૂપે બંધ થાય તેને પ્રમાણાધિગમ કહે છે. અને જેની દ્વારા દેશત: વસ્તુનું ભાન કરવામાં આવે તેને નયરૂપ પરાથધિગમ કહે છે. - આ બન્ને પ્રકારના પરાર્થાધિગમ વિધિ અને પ્રતિધની મૂખ્યતાને લઈને સાત પ્રકારના થાય છે. અને તે સાતપ્રકારના બને અધિગમને અનુક્રમે પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગી કહેવામાં આવે છે.
આ સપ્તભંગી કેવળ વાજાળ નથી પરંતુ વસ્તુમાત્રનું ઉડામાં ઉડું સચોટજ્ઞાન શબ્દદ્વારા પ્રતિપાદન કરવું હોયતો તે આ સપ્તભંગી સિવાય અસંભવિત છે.આ સપ્તભંગીમાં એકના એક પદાર્થ વિષયક અને તે દરેક પદાર્થના એકેક ધર્મનું પ્રતિપાદન આ સાતપ્રકારે થાય છે.અને આ સાત પ્રકારે થવાનું કાંઈપણ કારણ હોયતો તે પદાર્થના કે તે ધર્મના સ્વરૂપ જાણવા માટે તદ્વિષયક સાત પ્રશ્નો અને તેને અનુસરતી ઉત્તરને મેળવવા માટે સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે. અને તે સાત પ્રકારની જિજ્ઞાસાઓના જવાબરૂપે સપ્તભંગમય વાક્ય રચના થાય છે અને તે સાત વાકયની રચનાનેજ સપ્તભંગી કહે છે.
આ સમભંગીમાં સાત વાકયને સમુદાય હોય છે માટે આપણે તેને સપ્તભંગી કહીએ છીએ. કારણકે એકજ વસ્તુ કે તેના એકજ ધર્મવિષયક વ્યસ્તકે સમસ્ત વિધિ અને નિષેધની યેજનાથી વધુ કે ઓછા વિકલ્પ સંભવતા નથી.
આ સૂત્રમાં “પુત્ર વસ્તુનિ’ એ પદ એટલા માટે