________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
પદાર્થ જે સ્વરૂપથી હોય તે સ્વરૂપે કહેનાર વકતા પ્રમાણિક ગણાય છે. હવે પદાર્થને યથાર્થ સ્વરૂપે કહેવાને માટે પ્રવર્તત શબ્દ ત્યારેજ સમર્થ થાય કે જે તે સસભંગીને અનુસરે. કારણકે તેને અનુસર્યાવિના શબ્દ યથાર્થરૂપથી અર્થને નથી જણાવી શક્ત. સપ્તભંગીનું સ્વરૂપ નિરુપણ
"एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्पयोगः सप्तभङ्गी ॥१४॥
અર્થ_એકજ વસ્તુમાં એકેક ધર્મસાધી પ્રશ્નને અનુસરીને વિધવિના જુદા જુદા કે એકત્રિત વિધિ અને નિષેધની કલ્પનાવડે “ સ્યાત્ ” શબ્દ વડે કરીને સહિત પ્રવર્તતા સાત પ્રકારના વચનના પ્રગને સપ્તભંગી કહે છે.
વિશેષાર્થ–તત્વાર્થકાર ઉમાસ્વાતિ મહારાજ પ્રમાણ
ધગમ (અધ્યાય ૧ સૂત્ર ૫) આ સૂત્રમુકી તેઓ જણાવે છે કે પદાર્થોને બેધ પ્રમાણ અને નય બને દ્વારા થાય છે. આ સૂત્રમાં જે અધિગમ મુકવામાં આવ્યું છે તે અધિગમ સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારે છે. મતિ, કુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ અધિગમ છે તે સ્વર્યાધિગમ છે. અને જે વચનરૂપ અધિગમ છે તે પરાર્થીધિગમ છે.
५ प्रानिकप्रश्नज्ञानप्रयोज्यत्वे सति एकवस्तुविशेष्यकाविरुद्ध विधिप्रतिषेधात्मकधर्मप्रकारकबोधजनकसप्तवाक्यपर्याप्तसमुदायत्व ।
સપ્તભંગીતરંગિણી છે. ૫