________________
१६२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તે પ્રમાણે તે વસ્તુ કે વસ્તુના વિભાગનો પરને જે વાસ્તવિક બોધ થાય તેને યથાર્થ બોધ કહેવામાં આવે છે. અને તેથી ન્યુન કે વિપરીત બંધ થાય તેને અયથાર્થ કહેવામાં આવે છે.
હવે શબ્દદ્વારા જે બંધ થાય છે તેમાં યથાર્થ અથવા અયથાર્થ એવા જે બોધના બે ભેદે થાય છે તેમાં શબ્દ કારણ નથી. પરંતુ શબ્દને ઉચ્ચારક છે. કારણકે તે સુશીલ કે આ હેય તે યથાર્થ બંધ થાય અને દુર્ગણી કે અનામ હોય તે અયથાર્થ બંધ થાય છે. આ રીતે શબ્દદ્વારા યથાર્થ કે અયથાર્થ બંધ થવામાં પુરુષના ગુણદેષ કારણરૂપે રહે છે. નહિ કે શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ કારણ રૂપે છે.
દાખલાતરીકે અમદાવાદના માણસ પ્રત્યે હું હદયમાં આ માણસ અમદાવાદને છે તે વિચાર કરું છું. હવે તેજ વિચાર પ્રમાણે હું બોલું કે “આ માણસ અમદાવાદનો છે, ને તે શબ્દદ્વારા જે પરને બોધ થાય તે યથાર્થ છે. કારણકે મારા હૃદયને જે વિચાર જે અર્થને અનુસરીને ચાલે છે તેજ અર્થને અનુસરતો પરને બંધ થાય છે.
તેજપ્રમાણે હું અમદાવાદના નહિં તેવા માણસ પ્રત્યે આ માણસ અમદાવાદને છે તે પ્રમાણે વિચાર કરૂં ને બેલું કે “ આ માણસ અમદાવાદને છે” ને તે શબ્દદ્વારા જે પરને બંધ થાય છે તે અયથાર્થ છે. કારણકે મારે હદયનો વિચાર સત્ય અર્થને અનુસરતો નથી અને પને નિશ્ચયરૂપ બોધ થાય છે તે પણ સત્ય અર્થને અનુસરતો નથી. એટલે વિચાર જે અર્થને અનુસરીને થવો જોઈએ તે પ્રમાણે બેધનથી. આથી આપણે “આ માણસ અમદાવાદને છે” એ શબ્દદ્વારા જે